• Home
  • News
  • ચેન્નાઈએ હૈદરાબાદને 20 રને હરાવ્યું:CSKની 8 મેચમાં ત્રીજી જીત, પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા નંબરે પહોંચ્યું, સનરાઇઝર્સને 14 મેચમાં 10મી વાર માત આપી
post

ચેન્નાઈ માટે શેન વોટ્સને 42 અને અંબાતી રાયુડુએ 41 રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-14 09:52:09

IPLની 13મી સીઝનની 29મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ હૈદરાબાદને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન જ કરી શક્યું હતું. સીઝનમાં ચેન્નાઈની આ 8 મેચમાં ત્રીજી જીત છે. આ જીતી સાથે ચેન્નાઈ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા ક્રમેથી છઠ્ઠા ક્રમે આવી ગયું છે. ચેન્નાઈ હવે હૈદરાબાદ સામે રમેલી 14માંથી 10 મેચ જીત્યું છે. 

હૈદરાબાદ માટે કેન વિલિયમ્સને 39 બોલમાં સર્વાધિક 57 રન કર્યા. ચેન્નાઈ માટે કર્ણ શર્મા અને ડ્વેન બ્રાવોએ 2-2 વિકેટ લીધી.

વિલિયમ્સને લીગમાં 13મી ફિફટી મારી
કેન વિલિયમ્સને લીગમાં પોતાની 13મી ફિફટી ફટકારતા 39 બોલમાં 7 ફોરની મદદથી 57 રન કર્યા હતા. તે કર્ણ શર્માની બોલિંગમાં શાર્દુલ ઠાકુર દ્વારા કેચ આઉટ થયો હતો. અગાઉ પ્રિયમ ગર્ગ કર્ણની બોલિંગમાં જાડેજા દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 16 રન કર્યા હતા. તે પછી વિજય શંકર 12 રને બ્રાવોની બોલિંગમાં જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

હૈદરાબાદના ટોપ-3 ફ્લોપ રહ્યા
રનચેઝમાં હૈદરાબાદના ટોપ-3 ફ્લોપ રહ્યા. કેપ્ટન ડેવિડ વોર્નર સેમ કરનની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો. તેણે 13 બોલમાં 9 રન કર્યા હતા. વોર્નર બાદ મનીષ પાંડે 4 રને ડ્વેન બ્રાવો દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે જોની બેરસ્ટો 23 રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

ચેન્નાઈએ 168 રનનો ટાર્ગેટ આપ્યો, જાડેજાએ 10 બોલમાં 25* રન ફટકાર્યા
ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઇ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન કર્યા છે.ચેન્નાઈ માટે શેન વોટ્સને 42 ને અંબાતી રાયુડુએ 41 રન કર્યા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં 25* રન ફટકારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો. હૈદરાબાદ માટે ખલીલ અહેમદ, ટી નટરાજન અને સંદીપ શર્માએ 2-2 વિકેટ લીધી.

એમએસ ધોની ટી. નટરાજનની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર વિલિયમ્સનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 21 રન કર્યા હતા. જ્યારે ડ્વેન બ્રાવો પ્રથમ બોલે જ અહેમદની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

રાયુડુ અને વોટ્સનની 81 રનની ભાગીદારી, બંને ફૂલ ટોસ બોલ પર આઉટ થયા
અંબાતી રાયુડુએ 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 41 રન કર્યા હતા. તેમજ શેન વોટ્સન સાથે 81 રનની ભાગીદારી કરી હતી. રાયુડુ ખલીલ અહેમદની બોલિંગમાં ફૂલ ટોસ પર લોન્ગ-ઓફ પર ડેવિડ વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે વોટ્સને 38 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 42 રન કર્યા હતા. તે ટી. નટરાજનની બોલિંગમાં ફૂલ ટોસ પર મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો હતો.

સંદીપે બંને ઓપનર્સને આઉટ કર્યા
ફાફ ડુ પ્લેસીસ ગોલ્ડન ડક સાથે એટલે કે પહેલા બોલે જ શૂન્ય રને આઉટ થયો. તે સંદીપ શર્માની બોલિંગમાં કીપર જોની બેરસ્ટો દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી હીટર તરીકે ઓપનિંગમાં આવેલા સેમ કરનને પણ સંદીપે બોલ્ડ કર્યો હતો. કરને 21 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 31 રન કર્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post