• Home
  • News
  • બાળાઓના દેહવિક્રયના રેકેટનો પર્દાફાશ:બાંગ્લાદેશી તરુણીને બોર્ડર ક્રોસ કરાવી ગુજરાત લવાઈ, પહેલા દુષ્કર્મ પછી સેક્સવર્કર બનાવતા; એક તરુણી ભાગી ને આખું રેકેટ બહાર આવ્યું
post

પહેલા સુરતની યુવતી બાદ વધુ બેની ધરપકડ

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 17:38:32

બાંગ્લાદેશી તરુણીને ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતમાં દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલવાના પ્રકરણમાં કાપોદ્રા પોલીસે તરુણી સાથે સૌપ્રથમ દુષ્કર્મ કરનાર દલાલ અને તેને હોટલમાં રાખતા ત્યાં તેની સાથે દુષ્કર્મ કરનાર સ્પા સંચાલકની ધરપકડ કરી છે. પોલીસે ભોગ બનનારની ઉંમરની ખરાઈ કરાવતા તે યુવતી નહીં પણ 16 વર્ષની તરુણી હોવાનો ખુલાસો થયો હતો. ઉપરાંત, દલાલ પણ બાંગ્લાદેશનો હોવાનું અને સાડા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહેતો હોવાનું જાણવા મળતા બંનેમાં જુદીજુદી કલમનો ઉમેરો કર્યો છે. આ સાથે જ ગુજરાત લેવાયેલી બાળાઓ પર પહેલા દુષ્કર્મ આચરતા પછી સેકસ વર્કર બનાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

સૌ પ્રથમ મહિલા સહિત બે સામે ગુનો નોંધાયો હતો
બાંગ્લાદેશી યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતમાં દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલાઈ હોવાનો કિસ્સો તાજેતરમાં કપોદ્રમાંથી પ્રકાશમાં આવ્યો હતો. બાંગ્લાદેશી યુવતી સાથે દુષ્કર્મની ઘટના અમદાવાદ અને ગાંધીનગરમાં બની હોવા છતાં કાપોદ્રા પોલીસે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જમાલ અને સોનીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અડાજણની મહિલા દલાલ સોનીયાની ધરપકડ
ઉંમરની ખરાઈ કરાવતા તે યુવતી નહીં પણ 16 વર્ષની તરુણી હોવાનો ખુલાસો થયો
પોલીસે ઉંમરની ખરાઈ અને દુષ્કર્મ અંગે તપાસ કરવા યુવતીનું તબીબી પરીક્ષણ સ્મીમેર હોસ્પિટલમાં કરાવ્યું હતું. કાપોદ્રા પોલીસે યુવતીને દેહ વિક્રય માટે સુરત લાવનાર અડાજણની મહિલા દલાલ સોનીયાની ધરપકડ કરી પુછપરછના આધારે એક ટીમ અમદાવાદ મોકલી હતી. દરમિયાન, કાપોદ્રા પોલીસે આ પ્રકરણમાં ભોગ બનનારની ઉંમરની ખરાઈ કરાવતા તે યુવતી નહીં પણ 16 વર્ષની તરુણી હોવાનો ખુલાસો થતા તે અંગે કલમનો ઉમેરો કર્યો હતો.

પહેલા સુરતની યુવતી બાદ વધુ બેની ધરપકડ
તરુણીને અમદાવાદ સ્ટેશને તેડવા આવી બાદમાં દુષ્કર્મ આચરી દેહવિક્રય માટે દબાણ કરનાર દલાલ મો.જમાલ ઉર્ફે જમીલ, મો.ફજલુ ઉર્ફે ફાજુલ મંડલ (ઉ.વ.39, ૨હે.ઘર નં.980, બિલ્ડીંગ નં.31 તથા રૂમ નં.181, બિલ્ડીંગ નં.32, ઈન્સાનીયત નગર, ચાર માલીયા બિલ્ડીંગ, સદભાવના પોલીસ ચોકીથી આગળ, વટવા, અમદાવાદ) ની અને જમાલે તેને ગાંધીનગરની હોટલમાં રાખતા ત્યાં દુષ્કર્મ કરનાર સ્પા સંચાલક અરવિંદ અમરતભાઈ પારેખ (ઉ.વ.45, ૨હે.બી-502, ઉમિયા રેસિડન્સી, કલોલ, ગાંધીનગર) ની ધરપકડ કરી હતી.

તરુણીઓને પ્રેમજાળમાં ફસાવી ગુજરાત મોકલાતી
તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે જમાલ પણ મૂળ બાંગ્લાદેશનો છે અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહે છે. પોલીસને તેની પાસેથી આધારકાર્ડ પણ મળતા તેના વિરુદ્ધ તે અંગેની કલમનો ઉમેરો કર્યો છે. તરુણીને પ્રેમજાળમાં ફસાવી મોકલનાર શોએબ જમાલ પાસે છોકરી મોકલતો અને જમાલ તેની સાથે દુષ્કર્મ કરી બાદમાં સ્પામાં સોંપી દેહવિક્રય કરાવતો હતો.જમાલે આ મહિનામાં જ આ રીતે ત્રણ છોકરીઓને સપ્લાય કરી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં જમાલ પહેલા દુષ્કર્મ આચરતો
તરુણીને અમદાવાદના મણીનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉતારી અને ત્યા જમાલ નામના ઇસમ તેને આવીને લઇ ગયેલ અને કહેલ કે તારે અહીયા સેક્સ વર્કર તરીકે કામ કરવાનું છે. ત્યારે ભોગ બનનારે આ જમાલને કહ્યું કે મારે આવું કામ કરવાનું નથી અને મારે મારા વતન ખાતે જવાનું છે. તેમ કહેતા જમાલએ મારઝુડ કરી અને તેને જબરજસ્તીથી સેક્સ વર્કરના ધંધામાં ધકેલવા માંગતા હતા. જેથી ભોગબનનાર જમાલના કબ્જામાંથી ભાગી જતા તેની સુરતની સોનીયા નામની મહીલા સાથે ઓળખાણ થતા સીનીયા તેને અમદાવાદથી સુરત લઇ આવી હતી અને આ સોનીયા પણ ભોગ બનનારને સેક્સ વર્કરના ધંધામાં ધકેલવા માટેની ફિરાકમાં હતી.

adv

Related News

post
post
post
post
post
post
post