• Home
  • News
  • બાળકો રસ્તામાં પોલીસે પિતાને માર્યા તેવી યાદો સાથે મોટા ના થાય, એટલે મેં આ પ્રયાસ કર્યા: સોનુ સૂદ
post

રોજ 1000-1200 પ્રવાસીઓને તેમના રાજ્ય પહોંચાડી રહ્યો છે એક્ટર સોનુ સૂદને આમ મળી પ્રેરણા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 10:12:16

મુંબઈ: ‘15 મે આસપાસની વાત છે. હું પ્રવાસીઓને ઢાળેમાં ફળ અને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યો હતો. તેમણે પગપાળા જ કર્ણાટક અને બિહાર જતા હોવાની વાત કરી. આ સાંભળી હું પોતે ચોંક્યો કે આ લોકો બાળકો અને વડીલો સાથે પગપાળા કેવી રીતે જશે. મે તેમને કહ્યું કે- તમે 2 દિવસ રોકાઈ જાવ હું તમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપીશ. ના કરી શકું તો જતા રહેજો.


હું કામ કરતો ગયો અને સંખ્યા વધતી રહી-સોનુ સૂદ
આ રીતે ફિલ્મ એક્ટર અને પ્રોડ્યૂસર સોનુ સૂદે પ્રવાસીઓને ઘરે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી. 2 દિવસ સોનુએ કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્રમાં પોલીસની મંજૂરી લીધી અને પ્રથમવારમાં 350 લોકોને યુપી મોકલ્યા. સોનુએ કહ્યું કે,‘હું કામ કરતો ગયો અને સંખ્યા વધતી રહી. અગાઉ આ માટે 10 કલાક કામ કરતો હતો. હવે 20 કલાક કામ કરું છું. સવારે 6 વાગ્યાથી મારો ફોન વાગવા લાગે છે. મારો સંપૂર્ણ સ્ટાફ, મિત્ર નીતિ ગોયલ પણ સાથ આપી રહ્યાં છે. પ્રયાસ છે કે કોઈપણ બાકી ના રહે.’ 


હું બાળકોની યાદો સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું
સોનુ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાતે નજર રાખે છે. સોનુએ કહ્યું કે,‘રોજ અમે 1000-1200 લોકોને યુપી, બિહાર, તેલંગાણા અને કર્ણાટક મોકલીએ છીએ.મદદના નામ પર ઘરે મોકલવાનું કામ શા માટે કર્યું? આ અંગે સોનુએ કહ્યું કે,‘જ્યારે આ લોકોના ચાલતા જતા જોયા તો વિચાર્યું કે આ બાળકો મોટા થઈને એવી યાદો સાથે મોટા થશે કે તેમના પિતાને રસ્તામાં પોલીસે ડંડા માર્યા હતા. પરિવારના વડીલો રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. હું આ બાળકોની યાદો સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું મોગાથી મુંબઈ આવ્યો ત્યારે મારી પાસે રિઝર્વેશન પણ નહોતું. પૈસા નહોતા. મે વિચાર્યું કે આ લોકો મારા કરતા પણ ખરાબ સ્થિતિમાં ઘરે જઈ રહ્યાં છે.


પરિવારજનો કહેતા હતા કે- ગરીબોની મદદને સફળતા માનજે
સોનુ પંજાબના મોગા જીલ્લાનો રહેવાસી છે. પ્રોફેશનલ એન્જિનિયર રહ્યો છે. માતા પ્રોફેસર હતા. તે સવાર-સાંજ ગરીબ બાળકોને ભણાવતા. પિતા શક્તિસાગર કપડાનો શોરૂમ ચલાવતા, જેને સોનુ આજે સ્ટાફની મદદથી ચલાવે છે. સોનુ કહે છે કે- પરિવારમાં બીજાની મદદનો જુસ્સો એવો હતો કે માતા-પિતા કહેતા રહેતા કે, ગરીબોની મદદને જ સફળતા માનવાનું રાખજે.

adv

Related News

post
post
post
post
post
post
post