• Home
  • News
  • સીમા વિવાદના સુર બદલાયા / ચીને કહ્યું- ભારતીય સીમા પર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં, બન્ને દેશ વાતચીતથી પ્રશ્નો ઉકેલી લેશે
post

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- અમે સમજૂતીનું કડક પાલન કરી રહ્યા છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 11:08:46

બેઈજીંગ: ચીને બુધવારે કહ્યું કે ભારતીય સીમા પર સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર અને નિયંત્રણમાં છે. બન્ને દેશ પરસ્પર વાતચીત મારફતે વિવિધ પ્રશ્નો ઉકેલી લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું આ નિવેદન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની સેના વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે સરહદને લગતા પ્રશ્નોને લઈ ચીનની સ્થિતિ સ્પષ્ટ છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અનૌપચારિક શિખર સમ્મેલનને ટાંકી કહ્યું કે અમે બન્ને દેશોના નેતાઓની બેઠક બાદ જે મહત્વની સહમતિ અને સમજૂતી થઈ હતી તેનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છીએ. 

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સીમા વિવાદ ઉકેલવા મધ્યસ્થા કરવાની તૈયારી દર્શાવી

દરમિયાન ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતા કરવાની તૈયારી દર્શાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના મુદ્દે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું છે કે અમે ભારત અને ચીન બન્નેને કહેવા માગી છીએ કે જો તેઓ ઈચ્છે તો સીમા વિવાદમાં અમેરિકા મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.

સારા સંબંધ રાખવાની જવાબદારી બન્ને દેશની

બીજી બાજુ ભારતમાં ચીનના રાજદૂત સુન વીડોંગે કહ્યું છે કે ભારત અને ચીન સાથે મળી કોરોના વાઈરસ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. સારા સંબંધ રાખવા બન્ને દેશની જવાબદારી છે. બન્ને તરફ યુવાઓને પણ આ અંગે સમજાવવા જોઈએ. આપણે એ બાબતોને દૂર રાખવી જોઈએ કે જે પરસ્પરના સંબંધો પર પ્રતિકૂળ અસર કરે છે. પરસ્પર ચર્ચા મારફતે જ મતભેદ ઉકેલવા જોઈએ.

ચીન બાદ ભારતે પણ સૈનિકોની સંખ્યા વધારી

લદ્દાખમાં તાજેતરમાં જ ગાલવન નાલા એરિયા પાસે ચીન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. LAC પાસે અનેક સેક્ટરોમાં ચીન આશરે 5 હજાર સૈનિક ગોઠવી ચુક્યુ છે. પડોશી દેશના આ પગલાં બાદ ભારતીય સેનાએ પણ આ વિસ્તારોમાં તેના સૈનિકોની સંખ્યા વધારવાની શરૂઆત કરી દીધી છે. આ મહિને બન્ને દેશની સેના વચ્ચે ત્રણ વખત અલગ-અલગ જગ્યા પર ટકરાઈ થયો છે.

પ્રધાનમંત્રી મોદીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી હતી
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે હાઈલેવલ મીટિંગ બોલાવી હતી. જેમા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ, CDS બિપિન રાવત અને ત્રણેય સેનાના વડાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ મોદીએ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સાથે પણ ચર્ચા કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post