• Home
  • News
  • 60 મીનીટમાં આ થાળી પૂરી કરવાથી ઈનામમાં મળે છે 1.6 લાખની રોયલ એનફિલ્ડ બુલેટ
post

એક થાળીમાં 12 વાનગીઓ, જેનું વજન 4 કિલો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 17:00:25

કોરોના લોકડાઉનના કારણે ઘણી બધી હોટલ-રેસ્ટોરન્ટની ચમક ફિક્કી પડી ગઈ છે. મોટાભાગના લોકો ઓનલાઈન ઓર્ડર કરીને જ જમવાનું મંગાવી રહ્યા છે. ગ્રાહકોને ફરી આકર્ષવા માટે પુણેની એક રેસ્ટોરન્ટે એક અનોખો પ્રયોગ કર્યો છે. રેસ્ટોરન્ટમાં એક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ અહીંની જંબો થાળી 60 મિનિટમાં પુરી કરી દેશે તેને રૂ. 1.6 લાખની એક રોયલ એનફિલ્ડ બાઈક ઈનામમાં આપવામાં આવશે.

આ સ્પર્ધાને શરૂ કરનાર શિવરાજ હોટલના માલિક અતુલ વાઈકરે વાત કરતાં જણાવ્યું છે કે, ગ્રાહકો ઓછા આવતા હોવાથી હોટલનું મેઈન્ટેનન્સ અને કર્મચારીઓનો પગાર કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. આ દરમિયાન અમને આ આઈડિયા આવ્યો. જે પણ વ્યક્તિ થાળીમાં પીરસવામાં આવેલી દરેક વાનગી એકલા જ પૂરી કરશે તો તેને ઈનામમાં રોયલ એનફિલ્ડ બાઈક ગિફ્ટ આપવામાં આવશે. આ થાળી પૂરી કરવા માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે.

60 લોકોએ ટ્રાય કર્યો, એકને સફળતા મળી
અતુલ વાઈકરે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર જ્યારે આ બુલેટ થાળીની ખુબ ચર્ચા થઈ તો મહારાષ્ટ્રના અન્ય શહેરોમાંથી લોકો અહીં આવી રહ્યા છે. 20 દિવસ પહેલાં શરૂ થયેલી આ સ્પર્ધામાં અંદાજે 60 લોકોએ ભાગ લીધો છે. પરંતુ અત્યાર સુધી તેમાં એક વ્યક્તિને જ સફળતા મળી છે. આ થાળીને ખમત કરનાર સોલાપુરના સોમનાથ પવારને અમે બુલેટ ગિફ્ટ કર્યું છે.

એક થાળીની કિંમત અઢી હજાર રૂપિયા
અતુલે આગળ જણાવ્યું છે કે, એક સ્પર્ધાના કારણે હવે રેસ્ટોરન્ટમાં ભીડ થવા લાગી છે. એક થાળીની કિંમત અઢી હજાર રૂપિયા રાખવામાં આવી છે. સામાન્ય રીતે ચાર લોકો તેને સરળતાથી જમી શકે છે. ખાવાનું વેસ્ટ જવાના સવાલ વિશે અતુલે કહ્યું છે કે, આ થાળીને ખાવાનો જે પણ વ્યક્તિ પ્રયત્ન કરે છે તે આ થાળી પૂરી નથી કરી શકતા તો અમે બાકીનું ખાવાનું તેમને પેક કરીને આપી દઈએ છીએ.

એક થાળીમાં 12 વાનગીઓ, જેનું વજન 4 કિલો
શિવરાજ હોટલમાં લોકોને સ્પર્ધા વિશેની જાણ કરવા માટે તેના આંગણામાં 5 નવી રોયલ એનફિલ્ડ બાઈક પણ મુકવામાં આવ્યા છે. તે સાથે જમેન્યુ કાર્ડ અને પોસ્ટરમાં પણ આ વિશે જણાવવામાં આવ્યું છે. આ બુલેટ થાળીમાં લોકોને નોનવેજ આઈટમ આપવામાં આવે છે. થાળીમાં કુલ 12 વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું વજન 4 કિલો જેટલું છે. આ થાળી તૈયાર કરવામાં 55 લોકો મહેનત કરે છે. તેમાં ફ્રાઈ સુરાઈ, ફ્રાઈ ફિશ, ચિકન તંદુરી, ડ્રાઈ મટન, ચિકન મસાલા અને પ્રોન બિરયાની સામેલ છે.

પહેલાં પણ આ હોટલે ઓફરો આપી છે
આ હોટલ 8 વર્ષ પહેલાં ખુલી છે. આ હોટલમાં પહેલાં પણ આ પ્રકારની આકર્ષક ઓફરો આપવામાં આવી હતી. આ પહેલા એક રાવણથાળી પણ લોન્ચ કરવામાં આવી હતી. તેમાં 8 કિલો વ્યજંનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને 60 મિનિટમાં ખતમ કરનારને રૂ. 5000ની કેશ ઈનામ આપવામાં આવતી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post