• Home
  • News
  • ખેડૂત આંદોલનમાં કાવતરાનો દાવો:ખેડૂતોની સુરક્ષા સમિતિના હાથે પકડાયેલા શખસે કહ્યું - ટ્રેક્ટર માર્ચમાં 4 નેતાને ગોળી મારવાનો આદેશ હતો
post

ખેડૂતોની સતર્કતા સમિતિએ શુક્રવારે રાતે કોઈ વ્યક્તિને (જેનો ચહેરો ઢંકાયેલો હતો) પકડી હતી, જેને મીડિયાની સામે લાવવામાં આવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 14:51:23

સરકાર સાથે 12મી વખત વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખેડૂત સંગઠનોએ આંદોલનમાં હિંસા કરી હોવાનો દાવો કર્યો છે. ખેડૂત આંદોલનની સુરક્ષા સમિતિએ શુક્રવારે રાતે સિંધુ બોર્ડર પરથી એક વ્યક્તિને પકડી છે. ખેડૂતનેતા તેને મીડિયા સામે લાવ્યા હતા, જ્યાં તેણે કહ્યું હતું કે 26મી જાન્યુઆરીએ થનારી ટ્રેક્ટર માર્ચમાં ખેડૂતનેતાઓને ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા હતા.

પકડાયેલા શખસે કહ્યું હતું કે તેને આ આદેશ હરિયાણા પોલીસના ઓફિસર પ્રદીપે આપ્યા હતા. જોકે આ દાવા પર અત્યારસુધી સરકાર કે હરિયાણા પોલીસે કોઈ નિવેદન આપ્યું નથી. આ વ્યક્તિને હાલમાં પોલીસને સોંપી દેવાઈ છે.

પકડાયેલા શખસે કહ્યું - મારવાના હતા તેમના ફોટો મળ્યા હતા
પકડાયેલી વ્યક્તિએ કહ્યું, ‘અમારો પહેલો પ્લાન 26મી જાન્યુઆરીએ નીકળનારી માર્ચની પહેલી લાઇન પર ગોળી ચલાવવાનો હતો. ત્યાર બાદ દિલ્હી પોલીસ ખેડૂતોને રોકવાની કોશિશ કરશે. પરંતુ જો તેઓ ન રોકાય તો તેમના પર ગોળી ચલાવવાનો ઓર્ડર હતો. પાછળથી અમારી ટીમ, જેમાં હરિયાણાના 8-10 છોકરા હતા, તે ગોળીઓ ચલાવશે. પોલીસને એવું લાગશે કે ગોળીઓ ખેડૂતોએ ચલાવી છે.

તેણે આગળ જણાવ્યું હતું કે, ટ્રેક્ટર રેલીમાં અડધી ગેન્ગ પોલીસની વર્દીમાં હશે, જે ખેડૂતોને વેર-વિખેર કરશે. ત્યાર બાદ મંચ પર જે 4 (ખેડૂતનેતા) લોકો હશે, તેમને મારવાનો પ્લાન છે. 4 લોકોના ફોટા અમને આપવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના HSO જેમનું નામ પ્રદીપસિંહ છે, તેમણે અમને આ કામ સોંપ્યું છે. જ્યારે પણ અમને મળવા આવતો હતો, ત્યારે મોઢું ઢાંકીને આવતો હતો. અમે તેને જોયો નથી, પણ તેનો બેઝ જોયો હતો. જે લોકોને મારવાના તેમનું નામ પણ અમને ખબર નથી, પરંતુ તેમના ફોટા અમારી પાસે હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post