• Home
  • News
  • સક્રિય દર્દી વધવાનો દર 22% સુધી વધ્યો હતો, હવે 2.1% છે, દર 0% થાય તો સમજો પિક આવી ગયું
post

જર્મની, ફ્રાન્સ સહિત 27 દેશોમાં જ્યારે આ દર 0% થયો તો 7થી 10 દિવસમાં પિક જાહેર કરી દેવાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:07:14

નવી દિલ્હી: દેશમાં 25 માર્ચે શરૂ થયેલા લૉકડાઉન-અનલૉકને આજે ત્રણ મહિના પૂરા થઈ ગયા. આ 93 દિવસમાં ભારત દુનિયાના ચાર સૌથી ચેપગ્રસ્ત દેશોમાં સામેલ થઈ ગયું પણ સારી વાત એ હતી કે સક્રિય દર્દી વધવાનો દર લૉકડાઉનના આગામી 6 દિવસ બાદ જ ઘટવાનો શરૂ થઈ ગયો હતો. 1 એપ્રિલે આ દર 22% હતો, જે હવે ઘટીને 2.1% થઈ ગયો છે.

બ્રુકિંગ્સના સિનિયર ફેલો પ્રો.શમિકા રવિએ જણાવ્યું કે સક્રિય દર્દી વધવાનો દર જ્યારે 0% હોય છે તો તેને જ ચેપનો પિક કહેવાય છે. જર્મની, ફ્રાન્સ, ઈટાલી સહિત 27 દેશોમાં સક્રિય દર્દીનો વૃદ્ધિદર જ્યારે 0% પર આવ્યો તો એ દેશોમાં આગામી 7થી 10 દિવસમાં પિક જાહેર કરી દેવાયો. 

દુનિયામાં આપણે ક્યાં?... 1 મહિનાથી રિકવરીમાં આગળ, મૃત્યુદર અડધો

ભારત

25 માર્ચ

25 એપ્રિલ

25 મે

24 જૂન

રિકવરી રેટ

15.20%

21.30%

41.20%

57.10%

મૃત્યુ

12

825

4172

14001

મૃત્યુદર

1.80%

3.10%

2.80%

3.20%

દુનિયામાં પણ મૃત્યુદર 2 મહિનામાં ઘટ્યો છે

રિકવરી રેટ

24.20%

29.80%

42.30%

54.10%

મૃત્યુ

21747

206622

349087

480210

મૃત્યુદર

4.60%

7.20%

6.30%

5.90%

જોકે ચીન સિવાય બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત તમામ એશિયન દેશોમાં મૃત્યુદર ભારતથી ઓછો છે.

ભારતમાં હાલ સ્થિતિ આવી છે

·         કુલ દર્દી 20 દિવસમાં બમણા થઇ રહ્યા છે 

·         દેશમાં હાલમાં સાજા થનારા દર્દીનું પ્રમાણ 15 દિવસમાં બમણું થઈ રહ્યું છે

·         હાલમાં દેશમાં સક્રિય દર્દી 33 દિવસમાં બમણા થઇ રહ્યા હોવાનું વલણ છે.

15 જુલાઈ સુધીમાં આવું થઈ શકે

·         9 લાખ કુલ દર્દી હોઈ શકે

·         6 લાખથી વધુ સાજા પણ થઈ જશે.

·         2.7 લાખ સક્રિય દર્દી રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post