• Home
  • News
  • કોરોના એક્સપર્ટે કહ્યું, મહામારીના કારણે આવતા વર્ષ પણ ઓલિમ્પિકનું આયોજન કરવું અઘરું, દર્શકો વગર ગેમ્સ રમાઈ શકે છે
post

એડિનબર્ગ યુનિવર્સીટીના ગ્લોબલ હેલ્થના અધ્યક્ષ દેવી શ્રીધરે કહ્યું કે, વેકસીન વિના ગેમ્સ થવી અશક્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 11:00:36

ટોક્યો: કોરોનાવાયરસના કારણે આ વર્ષે થનાર ટોક્યો ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. જોકે જાપાનના કોરોના એક્સપર્ટ કેંતારો ઈવાતાએ સોમવારે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, આવતા વર્ષે પણ ગેમ્સ થવી બહુ અઘરી છે. દર્શકો વિના આયોજન કરવામાં આવે તો જ ટૂર્નામેન્ટ સંભવ છે. 

ટોક્યો ઓલિમ્પિક આવતા વર્ષે 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન રમાશે. 

 કોબે યુનિવર્સિટીના પ્રોફેશર ઈવાતાએ મીડિયાને કહ્યું કે, "જો હું ઈમાનદારી સાથે કહ્યું તો મને નથી લાગતું કે આવતા વર્ષે ઓલિમ્પિક થઈ શકશે. અત્યારે ગેમ્સ કરાવવા માટે માત્ર બે વિકલ્પ છે. એક વિકલ્પ છે કે આપણે જાપાનમાં વાયરસને કંટ્રોલ કરીએ અને બીજો વિકલ્પ છે કે આખા વિશ્વમાં મહામારી પર નિયંત્રણ લાવીએ. કારણે તમે દુનિયાભરના એથલીટ્સ અને દર્શકોને હોસ્ટ કરશો.

દર્શકો વગર સફળ થઈ શકે છે ઓલિમ્પિક 
ઈવાતાએ કહ્યું, "જાપાનમાં એટલી ક્ષમતા છે કે આવતા ઉનાળા સુધીમાં કોરોના પર કાબૂ મેળવી લે. હું પ્રાર્થના કરીશ કે આવું જ થાય. પરંતુ મને નથી લાગતું કે ત્યારસુધીમાં આને દુનિયામાં રોકવામાં આવી હશે. તેથી મને લાગે છે કે આવતા વર્ષે ઓલિમ્પિક થવું અઘરું છે. જો તમે દર્શકો વિના આનું આયોજન કરો તો સફળ થઈ શકો છો. 

ઓલિમ્પિકને પ્રભાવિત કરશે કોરોના: IOC
IOC
કોઓર્ડનેશન કમિશનના અધ્યક્ષ જોન કોટે શનિવારે કહ્યું હતું કે, કોરોનાવાયરસ રી-શેડ્યુલ થયેલા ઓલિમ્પિકને પ્રભાવિત કરશે. એડિનબર્ગ યુનિવર્સીટીના ગ્લોબલ હેલ્થના અધ્યક્ષ અને પ્રોફેસર દેવી શ્રીધરે કહ્યું હતું કે, "ઓલિમ્પિક સમયસર રમાય તે માટે વેકસીન જરૂરી છે. વેકસીન વિના ગેમ્સ થવી અશક્ય છે."

જાપાને તૈયારીઓ પર કુલ 25 અબજ ડોલર ખર્ચ કર્યા
સત્તાવાર આંકડા અનુસાર, જાપાને અત્યાર સુધીમાં ઓલિમ્પિકની તૈયારીઓ માટે 12.6 અબજ ડોલર ખર્ચ કરી ચૂક્યું છે. કુલ અંદાજિત ખર્ચ તેના કરતા બે ગણો છે, જે આશરે 25 અબજ ડોલર છે.  124 વર્ષના ઇતિહાસમાં ઓલિમ્પિક્સ 3 વખત રદ કરવામાં આવી છે અને પ્રથમ વખત સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા ત્રણ વખત, બર્લિન (1916), ટોક્યો (1940) અને લંડન (1944) રમતોને વિશ્વ યુદ્ધને કારણે રદ કરવી પડી હતી.

કેટલું નુકસાન થશે?
સીએનબીસીના જણાવ્યા અનુસાર, 2016થી અત્યાર સુધીમાં આઇઓસીએ ટોક્યો ઓલિમ્પિક 2020 માટે 5.7 અબજ (રૂ. 40 હજાર 470 કરોડ)ની આવક એકત્ર કરી છે. આમાં 73 ટકા મીડિયા રાઇટ્સથી આવ્યા છે. બાકીના 27 ટકા સ્પોન્સર્સ તરફથી આવ્યા છે. જો રમતો રદ કરવામાં આવે છે, તો આ રકમ પરત કરવી પડશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post