• Home
  • News
  • UEFA ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં રિયલ મેડ્રિડ પહોંચ્યું
post

સેમિફાઈનલના બીજા લેગમાં મ્યુનિકને 2-1થી હરાવ્યું; 1 જૂને ડોર્ટમંડ સાથે મેચ

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-10 11:56:22

રિયલ મેડ્રિડ UEFA ચેમ્પિયન્સ લીગ (UCL)ની ફાઈનલમાં પહોંચી ગયું છે. ટીમે 9 મેના રોજ સેમિફાઈનલના બીજા તબક્કામાં બાયર્ન મ્યુનિકને 2-1થી હરાવ્યું હતું. આ રીતે બંને લેગને જોડીને રિયલ મેડ્રિડે 4-3થી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં સેમિફાઈનલના પ્રથમ લેગમાં બંને ટીમે 2-2 ગોલ કર્યા હતા.14 વખતની યુરોપિયન ચેમ્પિયન રિયલ મેડ્રિડ શનિવારે 1 જૂને વેમ્બલી ખાતે ફાઈનલમાં ડોર્ટમંડ સામે ટકરાશે. રિયલ મેડ્રિડ માટે બંને ગોલ જોસેલુ (જોસ લુઈસ માટો)એ કર્યા હતા. મ્યુનિક માટે એકમાત્ર ગોલ ડેવિસે કર્યો હતો.


બાયર્ન મ્યુનિકના ડેવિસે પહેલો ગોલ કર્યો હતો
હાફ ટાઈમ સુધી બંને ટીમ બરાબરી પર હતી. મેચની 68મી મિનિટે મ્યુનિકના ડેવિસે ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી અને ફાઈનલનો રસ્તો આસાન બનાવી દીધો હતો. તેણે સેન્ટર સર્કલમાં સાથી ખેલાડી કેનની ડાબી બાજુથી મળેલા પાસને ગોલમાં ફેરવીને મેચમાં ટીમને આગળ કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post