• Home
  • News
  • પશ્ચિમી દેશોમાં કોરોના હોટસ્પોટના ટેસ્ટ માટે લોકો મળતા નથી, ચીન પછી અમેરિકા અને ઇંગ્લેન્ડમાં નવી મુશ્કેલી આવી
post

અમેરિકન સરકારે આની પહેલાં HIV,મલેરિયા અને ટીબીની વેક્સીનનું ટ્રાયલ આફ્રિકામાં કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 11:54:54

વેક્સીન ટ્રાયલની રેસમાં રહેલા વૈજ્ઞાનિકોને કોરોના હોટસ્પોટમાં એવા લોકોની જરૂર છે જેમને વોલન્ટિયર બનાવી શકાય. અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સ્ટ્રિક્ટ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સને લીધે કેસ ઓછા આવવા લાગ્યા છે, તેવામાં વેક્સીન ટ્રાયલ માટે હોટસ્પોટની પણ અછત વર્તાઈ રહી છે.

ચીનમાંથી પણ ત્રણ દિવસ પહેલાં સમાચાર મળ્યા હતા કે ત્યાં પણ યોગ્ય સંખ્યામાં વોલન્ટિયર મળી રહ્યા નથી. આ કારણે એવું બની શકે છે પશ્ચિમ દેશોના વૈજ્ઞાનિકો આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેક્સીન ટ્રાયલ માટે જઈ શકે છે.

શું કહેવું છે વૈજ્ઞાનિકનું?
અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર ફ્રાન્સિસ કોલિન્સનું કહેવું છે કે, આ ઘણી અજબ પરિસ્થતિ છે, જો આપને કોરોના હોટસ્પોટમાં સંક્રમણ ઘટાડી રહ્યા છે તો હવે ટ્રાયલ માટે મુશ્કેલી ઊભી થઇ ગઈ છે.

બ્રિટનનાં વારવિક બિઝનેસ સ્કૂલનાં ડ્રગ એક્સપર્ટ આયફર અલીનું કહેવું છે કે, લોકોનું ટ્રાયલમાં સામેલ થવું જરૂરી છે, તેવામાં સંક્રમણનું રિસ્ક લેવું પડશે. જો કોરોના વાઈરસ અસ્થાયી રીતે સાવ નાબૂદ થઇ જશે તો બધી મહેનત વ્યર્થ જશે. તેવામાં ટ્રાયલને તે જગ્યાએ શિફ્ટ કરવું પડશે જ્યાં કમ્યુનિટી સંક્રમણના કેસ હજુ પણ આવી રહ્યા છે, જેમકે બ્રાઝિલ અને મેક્સિકો. 

આવું ઇબોલાના સમયે પણ થયું હતું
કોરોનાના કેસ બ્રિટન, યુરોપ અને અમેરિકામાં વધુ હતા, હવે સંક્રમણ ફેલાવાનો દર ઘટી રહ્યો છે. ટ્રાયલ માટે આવશ્યક દર્દી મળી રહ્યા નથી. આવી જ સ્થિતિ 2014માં ઇબોલાના સમય પર પશ્ચિમ આફ્રિકામાં થઇ હતી. વેક્સીન મહામારીના છેલ્લા રાઉન્ડમાં તૈયાર થઇ હતી અને ટેસ્ટિંગ માટે દર્દી મળી રહ્યા ન હતા.

હવે આગળ શું?
અમેરિકી કંપની મોડર્ના અને બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીને બીજા ચરણનું ટ્રાયલ કરવાનું છે. અમેરિકા જુલાઈમાં 20 હજારથી 30 હજાર લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરશે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર ફ્રાન્સિસ કોલિન્સના જણાવ્યા મુજબ જો અહીંયા ઝડપથી કેસ ઘટે છે તો ટ્રાયલ માટે બીજા દેશોમાં જવું પડશે. અમેરિકાની સરકાર અગાઉ પણ આફ્રિકામાં એચઆઈવી, મલેરિયા અને ટીબીની વેક્સીનનું ટ્રાયલ કરી ચૂકી છે.

ટ્રાયલ અટકાવવું પડશે
પ્રોફેસર કોલિન્સના જણાવ્યા અનુસાર, આફ્રિકામાં કોરોનાના કેસ ઘણા વધી રહ્યા છે. અમે ત્યાં ટ્રાયલ માટે જઈ શકીએ છીએ અને નવી જાણકારી બહાર લાવી શકીએ છીએ. વેક્સીન તૈયાર કરનાર બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલ જેનર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એડ્રિયન હિલનું કહેવું છે કે ટ્રાયલ માટે 10 હજાર લોકોની જરુર છે.

બ્રિટનમાં કેસ ઘટવાને કારણે આવશ્યક લોકો નહીં મળ્યા તો ટ્રાયલ અટકાવવું પડશે.

કઈ રીતે થાય છે વેક્સીન ટ્રાયલ
વેક્સીન ટ્રાયલમાં સામેલ થનાર લોકોને રેન્ડમલી બે ગ્રુપમાં વહેંચવામાં આવે છે, ટ્રીટમેન્ટ ગ્રુપ અને કન્ટ્રોલ ગ્રુપ. ટ્રીટમેન્ટ ગ્રુપ પર વેક્સીનનું ટ્રાયલ થાય છે. કન્ટ્રોલ ગ્રુપને સામાન્ય ઈલાજ આપવામાં આવે છે.
દરેક સહભાગીને કોરોના પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ તેમને સંક્રમણ થવાના દરને મેચ કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ ગ્રુપને વેક્સીન આપવામાં આવે છે. જો કન્ટ્રોલ ગ્રુપમાં સંક્રમણ ગંભીર રૂપ લઇ રહ્યું છે તો એનો અર્થ એમ છે કે બીજા ગ્રુપમાં વેક્સીનની અસર થઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post