• Home
  • News
  • જર્મનીમાં પહેલો કેસ આવ્યો તે પહેલાં જ ટેસ્ટિંગ કિટ બનાવી લેવાઇ હતી
post

14 એપ્રિલ સુધીમાં 1.3 લાખ કેસ હતા જ્યારે 64 હજારથી વધુ દર્દી સાજા થઇ ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 09:01:56

બર્લિન‌: માર્ચના બીજા અઠવાડિયામાં યુરોપ કોરોનાનું નવું કેન્દ્ર બની રહ્યું હતું. વિશ્વનું ધ્યાન ચીન પરથી યુરોપ પર કેન્દ્રિત થઇ ગયું હતું. આવનારા દિવસોમાં આ સાબિત પણ થઇ ગયું. ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટન ઝડપથી કોરોનાની ઝપટમાં આવી ગયા. ત્યારે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલનું નિવેદન આવ્યું હતું જેણે લોકોને ચિંતામાં મૂકી દીધા હતા. તેમણે કહેલું કે જર્મનીની 70 ટકા વસતી ચેપગ્રસ્ત થઇ શકે છે. મર્કેલે પોતાને ક્વોરેન્ટાઇન કર્યા તો લાગ્યું કે જર્મનીમાં પણ ઇટાલી-સ્પેન જેવી સ્થિતિ સર્જાઇ શકે છે પણ એક મહિના બાદ ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનમાં રોજ સંખ્યાબંધ મોત થઇ રહ્યાં છે જ્યારે જર્મની યુરોપના તે દેશોથી ઘણી સારી સ્થિતિમાં છે. દેશમાં કોરોનાના 14 હજાર કેસ છે અને 3868 મોત થયાં છે. જર્મનીએ જાન્યુઆરીની શરૂઆતમાં જ ટેસ્ટ કરવાની તૈયારી કરી લીધી હતી અને ટેસ્ટિંગ કિટ પણ બનાવી લીધી હતી. પહેલો કેસ ફેબ્રુઆરીમાં નોંધાયો પણ તે પહેલાં જ આખા દેશમાં ટેસ્ટ કિટ પહોંચાડી દેવાઇ હતી. તેનાં પરિણામે દક્ષિણ કોરિયાની જેમ વધુ ટેસ્ટિંગ થવા સાથે તેના આધારે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ પણ કરી દેવાયા. ઘણાં શહેરોમાં ટેસ્ટિંગ ટેક્સીઓ પણ દોડાવાઇ, જે લૉકડાઉનમાં ઘેર-ઘેર જઇને ટેસ્ટ કરે છે. તેના કારણે સમયસર સારવારમાં સરળતા થઇ ગઇ. સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકો સુધી મેસેજ પહોંચાડ્યો કે કોઇને કોરોનાનાં લક્ષણો જણાય તો તેણે હોસ્પિટલમાં આવવાની જરૂર નથી.


જર્મનીએ ટેસ્ટિંગની સાથે-સાથે ટ્રેકિંગને પણ તેટલી જ પ્રાથમિકતા આપી 
ટેસ્ટિંગથી માંડીને તેનો રિપોર્ટ આપવા સુધીનું કામ ઘેરબેઠા જ થઇ જશે. રોબર્ટ કોખ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ લોથર વીલરના જણાવ્યાનુસાર દેશમાં સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને પણ શોધવામાં આવ્યા, જે બાદમાં ગંભીર થઇ શકે તેમ હતા. જર્મનીએ ટેસ્ટિંગની સાથે-સાથે ટ્રેકિંગને પણ તેટલી જ પ્રાથમિકતા આપી. તદુપરાંત, સરહદો સીલ કરવાની વાત હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગનો નિર્ણય હોય, સમયસર કડક પગલાં ભરાયાં. લોકોએ ચાન્સેલર મર્કેલનું સમર્થન કર્યું. તેથી દેશમાં સંપૂર્ણ લૉકડાઉન ન હોવા છતાં પણ લોકો નિયંત્રણોનું પાલન કરી રહ્યા છે, જે જર્મનીમાં ઓછા મોતનું એક બહુ મોટું કારણ છે.


લૉકડાઉન 4 મેથી ખૂલી શકે છે પણ નિયંત્રણો જારી રહેશે
જર્મનીએ લૉકડાઉનમાંથી બહાર આવવાની તૈયારી કરી લીધી છે. 30 એપ્રિલે એક વખત રિવ્યૂ કરાશે. તે પછી 4 મેથી સ્કૂલો શરૂ કરાશે. ડે કેર સેન્ટર, ધાર્મિક કાર્યક્રમ, રેસ્ટોરન્ટ્સ, સિનેમાઘરો 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. ઓફિસમાં ઓછામાં ઓછું દોઢ મીટરનું અંતર રાખવાનું રહેશે. તદુપરાંત, 7500 કંપનીઓએ શોર્ટ ટર્મ વર્ક શરૂ કરવા મંજૂરી માગી છે, જે અંગે વિચારણા ચાલી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post