• Home
  • News
  • અમેરિકામાં નવેમ્બર અને બ્રિટનમાં સપ્ટેમ્બરમાં કોરોના નાબૂદ થશે
post

બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે સંભવ છે કે ક્યારેય કોરોનાની વેક્સીન બની જ ન શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 11:53:07

સિંગાપોર: સિંગાપોરની યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીની ઈનોવેશને લેબે દાવો કર્યો હતો કે બ્રિટનમાં 30 સપ્ટેમ્બર, અમેરિકામાં 11 નવેમ્બર, ઈટાલીમાં 12 ઓગસ્ટ અને સિંગાપોરમાં 19 જુલાઈ સુધી કોરોના નાબૂદ થઈ જશે. 


સંભવ છે કે ક્યારેય કોરોનાની વેક્સીન બની જ ન શકે-બ્રિટિશ અધિકારીઓ
લેબે કહ્યું કે આ તમામ તારીખો વર્તમાન સ્થિતિ, ચેપનો દર અને મૃત્યુના આંકડાના આધારે જણાવાઈ છે. આ માપદંડો પર અસર થતાં તારીખો બદલાશે. મોડલ અને ડેટા અલગ અલગ દેશોની દશાના આધારે જટિલ છે. તે બદલાય પણ છે. તેને લઈને સ્પષ્ટ અનુમાન લગાવવું મુશ્કેલ છે એટલા માટે પહેલાથી તારીખને છેલ્લી માનીને લાપરવાહી ન વર્તવી જોઈએ. ક્યાંક એવું ન થાય કે લોકોની ગંભીરતા ઓછી થઈ જાય અને તે કોરોના વાઈરસને કાબૂમાં કરવામાં જરૂરી પગલાં ભરવાનું બંધ કરી દે. તે પહેલાં બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે સંભવ છે કે ક્યારેય કોરોનાની વેક્સીન બની જ ન શકે.

adv

Related News

post
post
post
post
post
post
post