• Home
  • News
  • ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી જોનસને બોલથી સંક્રમણનું જોખમ બતાવ્યું, કહ્યું- પ્રતિબંધ યથાવત રહેશે અને વેસ્ટ ઇન્ડીઝ સીરિઝ પણ થશે
post

વેસ્ટ ઇન્ડીઝ-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની પહેલી મેચ 8 જુલાઈએ સાઉથહેમ્પટનમાં રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 12:04:09

કોરોનાવાયરસના કારણે ત્રણ મહિના પછી ઇન્ટરનેશનલ ક્રિકેટની ઇંગ્લેન્ડથી વાપસી થઈ રહી છે. અહીં 8 જુલાઈએ વેસ્ટ ઇન્ડીઝ-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની પહેલી મેચ રમવામાં આવશે. આ વચ્ચે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ક્રિકેટ બોલથી કોરોના સંક્રમણના જોખમ વિશે વાત કરી. તેમણે કહ્યું, ક્રિકેટ પર લાગેલા પ્રતિબંધ હટાવવામાં નહિ આવે. પરંતુ તેની સીરિઝ પર કોઈ અસર થશે નહિ.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કોરોનાને કારણે બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, ટેસ્ટમાં કોરોના કન્કશન (સબસ્ટિટ્યૂટ) નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. મેચ દરમિયાન હાથ ન મિલાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી અનેક ગાઈડલાઇન્સ ICCએ રિલીઝ કરી છે.

ક્રિકેટને સુરક્ષિત રાખવા માટે વધુ કામ કરવામાં આવી રહ્યું છે
બોરિસ જોનસને મીડિયાને કહ્યું, "ક્રિકેટની સમસ્યા એ છે કે દરેક સમજે છે કે બોલથી નેચરલ રીતે બીમારી ફેલાવવાનો ખતરો છે. 
મેં આ વિશે ઘણી વખત વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે. આ ક્ષણે, અમે કોવિડ-19થી ક્રિકેટને સુરક્ષિત રાખવા માટે વધુ કામ કરી રહ્યા છીએ. હજી સુધી અમે કોઈ ગાઈડલાઇન્સ બદલી નથી. "

8 જુલાઈથી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી
વેસ્ટ ઇન્ડીઝ-ઇંગ્લેંડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 8થી 12 જુલાઇ દરમિયાન સાઉથહેમ્પટનના એજીસ બોલમાં યોજાશે, જ્યારે બાકીની બે ટેસ્ટ ઓલ્ડ ટ્રેફોર્ડમાં 16થી 20 જુલાઈ અને 24-28 જુલાઇ દરમિયાન રમાશે. ઇંગ્લેન્ડની 30 સભ્યોની ટીમ ગુરુવારથી સાઉથહેમ્પટનમાં ટ્રેનિંગ કરશે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમે આઇસોલેશન પૂરું કર્યું
વેસ્ટ ઇન્ડીઝની ટીમે ઇંગ્લેન્ડમાં 14 દિવસનો આઇસોલેશન પીરિયડ પૂરો કર્યો છે. મહેમાન ટીમ 9 જૂને ઇંગ્લેન્ડ પહોંચી હતી અને ત્યારથી માન્ચેસ્ટરની એક હોટલમાં કવોરન્ટીન છે. ટીમ હોટલ પાસે ઓલ્ડ ટ્રેફોર્ડના એક મેદાન પર પ્રેક્ટિસ કરી રહી છે. આ મેદાન પર જ તે એક ત્રણ દિવસની વોર્મ-અપ મેચ પણ રમશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post