રોનાલ્ડો હાલ આ સમયે કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં છે
દિગ્ગજ ફૂટબોલર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડી દીધું છે. તેનો ક્લબ સાથેનો કરાર
સમાપ્ત થઈ ગયો છે. ક્લબના એક માલિકે જણાવ્યું હતું કે 'સ્ટાર ખેલાડીએ
તાત્કાલિક અસરથી ઇંગ્લિશ ક્લબ છોડી દીધી છે'
તેમણે ક્લબ વેચવાની પણ
વાત કરી હતી. ક્લબના અમેરિકન માલિકોનું કહેવું છે કે તેઓ ક્લબ વેચવા તૈયાર છે.
રોનાલ્ડો ગયા વર્ષે માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે જોડાયો હતો. બન્ને વચ્ચે 216 કરોડ રૂપિયાનો કરાર થયો
હતો. અગાઉ તે યુવેન્ટસ તરફથી રમતો હતો.
હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી, પોર્ટુગલના સ્ટાર
ફૂટબોલર રોનાલ્ડો અને ઇંગ્લિશ ક્લબ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું ન હતું. 37 વર્ષીય ફૂટબોલરે ગયા
અઠવાડિયે એક ઇન્ટરવ્યૂમાં ક્લબના મેનેજમેન્ટ અને મેનેજર એરિક ટેન હાગ પર અનેક
આરોપો લગાવ્યા હતા.
સ્ટાર ફૂટબોલરે કહ્યું
હતું 'ક્લબના કેટલાક લોકો મને હટાવવા માગે છે.' રોનાલ્ડો અહીં જ ન
અટક્યો, તેણે મેનેજર હેગ પર મેચ દરમિયાન પોતાને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.
તેણે કહ્યું હતું કે 'ગત મહિને 19 ઓક્ટોબરે ઓલ્ડ
ટ્રેફોર્ડમાં ટોટનહામ સામે રમાયેલી મેચમાં હેગે મને ઉશ્કેર્યો હતો.' અને વધુમાં કહ્યું હતું
કે 'મને લાગે છે કે તેણે જાણી જોઈને આવું કર્યું છે. હું ગુસ્સે થઈ રહ્યો હતો. હું
તેને માન આપતો નથી કારણ કે તે મને માન આપતો નથી.'
સ્ટાર ફૂટબોલરે
પોસ્ટમાં લખ્યું હતું 'હું માન્ચેસ્ટરને પ્રેમ કરતો રહીશ'
સ્ટાર ફૂટબોલરે લખ્યું હતું કે ;માન્ચેસ્ટર યુનાઈટેડ
સાથે વાત કર્યા બાદ અમે કોન્ટ્રાક્ટ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. હું માન્ચેસ્ટર
યુનાઈટેડને પ્રેમ કરું છું. હું એવા ચાહકોને પણ પ્રેમ કરું છું જે ક્યારેય બદલાતા
નથી. મને લાગે છે કે નવો બદલાવ જોવાનો આ યોગ્ય સમય છે. મને આશા છે કે ટીમ ભવિષ્યની
આવૃત્તિઓમાં સફળતા હાંસલ કરશે.'
હવે રોનાલ્ડો 4 ક્લબની જર્સીમાં જોવા
મળ્યો છે
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અત્યાર સુધી ચાર ક્લબ માટે રમી ચૂક્યો છે. તેણે 701 ક્લબ ગોલ કર્યા છે.
તેણે રિયલ મેડ્રિડ માટે સૌથી વધુ ગોલ કર્યા છે.
અત્યારસુધીમાં 818 ગોલ ફટકાર્યા છે
ઓવલઓલ કરિયરની વાત કરીએ તો રોનાલ્ડોએ અત્યારસુધીમાં 818 ગોલ ફટકાર્યા છે. જેમાં 701 ગોલ ક્લબ અને 117 ઈન્ટરનેશનલ ગોલ સામેલ છે.
રોનાલ્ડો છેલ્લી 16 મેચમાં 3 ગોલ જ મારી શક્યો છે
હાલની સિઝનની વાત કરીએ તો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડની જર્સીમાં 16 મેચ રમી છે. પરંતુ તેણે
તેમાં માત્ર 3 ગોલ જ માર્યા છે. જેમાં એખ પ્રિમિયર લીગમાં અને બે યૂરોપા લીગમાં ગોલ માર્યા
હતા.
વર્લ્ડ કપમાં 24 નવેમ્બરે રમતા નજરે પડી
શકે છે
રોનાલ્ડો હાલ આ સમયે કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપમાં છે. તેની ટીમ
પોર્ટુગલની મેચ આતીકાલે એટલે કે 24 નવેમ્બરે ગ્રુપ-એચમાં ઘાના સાથે થશે. આ ગ્રુપમાં ઘાના
ઉપરાંત સાઉથ કોરિયા અને ઉરૂગ્વે પણ છે.