• Home
  • News
  • અમેરિકામાં કાચા ખનીજતેલના ભાવમાં ઐતિહાસિક કડાકો: -37.63 $ પ્રતિ બેરલ પહોંચ્યો
post

બ્રેન્ટ ક્રુડ અને WTI ક્રુડના ભાવ વચ્ચે બમણાથી વધુ તફાવત સર્જાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 09:58:40

અમદાવાદ: કોરોના વાઈરસની મહામારી વચ્ચે અમેરિકામાં ક્રૂડ ઓઈલનું સંકટ વધુ ઘેરું બન્યું છે. સોમવારે ક્રૂડ 99 ટકા ઘટીને પ્રતિ બેરલ -37.63 ડૉલરની નીચે નોંધાયું હતું. અમેરિકી ઇતિહાસનો આ સૌથી મોટો ઘટાડો છે. 1999 પછી ક્રૂડ આ સ્તરે પહોંચ્યું છે. અમેરિકી ક્રૂડ (WTI) તૂટીને 15 ડોલરની સપાટી અંદર 1 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જે બે દાયકા એટલે કે સરેરાશ 20 વર્ષની નીચી સપાટી પર પહોંચ્યું છે. ક્રૂડ વપરાશ કર્તા દેશોની માગ નીચી કિંમતોના કારણે ડબલ્યુટીઆઇના બદલે બ્રેન્ટ ક્રૂડ તરફ વળી છે કેમકે ગુણવત્તાની દ્રષ્ટિએ બ્રેન્ટ સારું છે તેમજ નિકાસકાર દેશો પણ ડિસ્કાઉન્ટની ઓફર મુકી રહ્યાં છે જેના કારણે અમેરિકી ક્રૂડની માગ સાવ તળિયે પહોંચી છે જેના કારણે ભાવ ઝડપી ઘટી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ઘટી 27 ડોલર આસપાસ ક્વોટ થતું હતું. હજું એકાદ મહિનો ક્રૂડમાં ફંડામેન્ટલ મંદી તરફી જણાય છે. મે માસમાં ઉત્પાદન કાપ અને ડિમાન્ડ પર બજારની રૂખ નિર્ભર રહેશે.


વર્ષ 1999 બાદની સૌથી નીચી સપાટી પર ભાવ પહોંચ્યા
આ સાથે વિશ્વ બજારોમાં ક્રુડ ઓઈલના ભાવો છેલ્લા બે દાયકાની એટલે કે વર્ષ 1999ની પ્રારંભિક સમય બાદ સૌથી નીચી સપાટી પર આવી ગયા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સમગ્ર વિશ્વમાં ઈંધણની માંગમાં જંગી ઘટાડો થઈ જતા હવે ઉત્પાદિત ક્રુડ ઓઈલના સ્ટોરેજની ક્ષમતા પણ આગામી કેટલાક સપ્તાહોમાં પૂરી થઈ જશે, જેથી આ ક્ષેત્ર માટે કપરા ચઢાણની સ્થિતિ સર્જાઈ શકે છે.

દૈનિક 30 મિલિયન બેરલ માંગ ઘટી
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિશ્વમાં ક્રુડના વપરાશમાં 30 ટકાનો ઘટાડો થયો છે એટલે કે વૈશ્વિક માંગમાં દૈનિક 30 મિલિયન બેરલનો ઘટાડો થયો છે. ઓપેક દેશોએ ક્રુડના ઉત્પાદનમાં ઘટાડો કરવા સહમત થયા હતા પણ તેની ભાવો પર કોઈ જ પોઝિટિવ અસર થઈ નથી અને સતત ક્રુડના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.

ભારતને શું ફાયદો?

·         ક્રૂડ ઘટતા ભારતને વેપાર ખાધમાં રાહત મળશે

·         પેટ્રોલ-ડીઝલના ભાવ લિટર દીઠ રૂ.2 સુધી ઘટી શકે

·         ઔદ્યોગિક એકમોને ફાયદો થશે, આયાત પડતર નીચી રહેશે

·         ભારત ક્રૂડની સંગ્રહ શક્તિમાં વધારો કરશે, ડોલર તૂટે તો ફાયદો વધુ

·         નીચા ભાવથી ક્રૂડ રિઝર્વ કરવાની ભારતીય આયાતકારોને ઉત્તમ તક

 

હાલની મંદી એક્સપાયરી બેઝ ગણવી
ક્રૂડની મંદી એક્સપાયરીના કારણે આવી છે. એપ્રિલ ફ્યુચરમાં સરેરાશ 30 ટકાથી વધુ ભાવ તૂટ્યાં છે. ડબલ્યુટીઆઇ ક્રૂડ ઝડપી ઘટી 13 ડોલર નજીક સરક્યું છે. જે વધુ ઘટી 11 ડોલર થઇ શકે છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 25 ડોલરની સપાટી તૂટે તો 23 ડોલર સુધી સરકી શકે છે. એમસીએક્સ ક્રૂડમાં ક્રૂડ ફ્યૂચર શરૂ થયા બાદ ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. વાયદો 1000ની સપાટી અંદર 963 સુધી બોલાઇ ગયો છે. ફંડામેન્ટલ હજુ નરમાઇ તરફી સાંપડી રહ્યાં છે. - સૌમીલ ગાંધી, રીસર્ચ એનાલિસ્ટ, કુંવરજી કોમોડિટીઝ. 

adv

Related News

post
post
post
post
post
post
post