• Home
  • News
  • એફોર્ડેબલ હાઉસિંગની માંગ યથાવત્, રોકાણકારોને ભાડાની કમાણી માટે તૈયાર ઘર ખરીદવામાં રસ
post

એનારોકનો સરવે, શેરબજારમાં ઉતારચઢાવના કારણે લોકોને રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણમાં રસ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 09:26:04

નવી દિલ્હી : કોરોના વાઈરસના સંકટમાં માંગની કમીનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. રોકાણકારોનું વલણ કેવું રહેશે એ દર્શાવતો તાજા સર્વેક્ષણ પ્રમાણે, લૉકડાઉનમાં પણ એફોર્ડેબલ હાઉસિંગની માંગ યથાવત્ છે. એટલું જ નહીં, શેરબજારની અસ્થિરતાને પગલે વધેલી અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને પ્રોપર્ટી ભાડે આપવામાં રસ ધરાવે છે, જેથી સુરક્ષિત કમાણી કરી શકે. ખાસ વાત એ પણ છે કે, ભાડાના ઘરને પ્રાથમિકતા આપનારા મિલેનિયલ્સને (1980થી 2000 વચ્ચે જન્મ્યા હોય એ) પણ પોતાના ઘર કરવામાં રસ છે. 


25-35
વર્ષના 48% લોકોએ રોકાણ માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રની પસંદગી કરી
લૉકડાઉનમાં 20થી 27 એપ્રિલ દરમિયાન પ્રોપર્ટી એડવાઈઝર કંપની એનારોકે દેશના 14 શહેરમાં 24થી 67 વર્ષના લોકોનું ઓનલાઈન સર્વેક્ષણ કર્યું. તેમાં 25-35 વર્ષના 48% લોકોએ રોકાણ માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રની પસંદગી કરી છે. તેમણે પોતાનું ઘર ખરીદવાની પણ ઈચ્છા દર્શાવી છે. 59% લોકોને રહેવા માટે ઘર ખરીદવું છે. હકારાત્મક ટ્રેન્ડ એ દેખાયો કે, એફોર્ડેબલ હાઉસિંગની માંગ પહેલા કરતા સારી છે. આશરે 37% લોકોએ ગયા સર્વેક્ષણની જેમ રૂ. 45 લાખના બજેટમાં ઘર લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અત્યાર સુધી પોતે રહેવું હોય એવા લોકો જ તૈયાર ઘર પસંદ કરતા હતા, પરંતુ હવે રોકાણકારો પણ આવી માંગ કરી રહ્યા છે. ગયા સર્વેક્ષણમાં 22%ની તુલનામાં 34% રોકાણકાર રેડી યુ મૂવ ઘર પસંદ કરે છે. રોકાણકારોના જોખમ નહીં લેવાના વધતા વલણની રિયલ એસ્ટેટની ગતિવિધિ પર પણ અસર પડશે. એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના ચેરમેન અનુજ પુરી કહે છે કે, કોરોનાના દોરમાં લોકો સ્થાવર મિલકતના માલિક બનીને સુરક્ષા ઈચ્છે છે. 

લોકો ગુણવત્તા સાથે સમાધાન કરવા નથી ઈચ્છતા
કોરોનાએ લોકોના માપદંડ બદલાયા છે. એવા સ્થાપિત અને સંગઠિત ડેવલપર્સ પાસેથી જ ઘર ખરીદવાને પ્રાથમિકતા આપે છે, જેમનું જોખમ ઓછું હોય. આવા ખરીદારોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ 52%થી વધી 62% થઈ છે. ખરીદારો નાના-મોટા ડેવલપર સાથે સોદો કરીને સમાધાન કરવાના બદલે ગુણવત્તા માટે વધુ રકમ આપવા તૈયાર છે. 14% લોકો સરકારી એજન્સીએ બનાવેલા ઘર ખરીદવાને પ્રાથમિકતા આપે છે.


શું કોરોનાએ ઘર ખરીદવાનો નિર્ણય બદલાવ્યો?

·         72% એ કહ્યું તેઓ પ્રોપર્ટી જ ખરીદશે

·         16% સર્વેમાં 1910 લોકોએ રોકાણ પ્રાથમિકતા જણાવી

·         12% બોલ્યા- યોજના નહોતી પણ હવે ઇચ્છુક

·         16% કહ્યું- ઘર ખરીદીનો નિર્ણય ટાળ્યો

 

adv

Related News

post
post
post
post
post
post
post