• Home
  • News
  • ફોટોઝમાં જુઓ IPLનો રોમાંચ:ધવન સતત 2 સેન્ચુરી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો; ગેલે એક ઓવરમાં 26 રન ફટકાર્યા, પ્રીતિના ચહેરા પર જોવા મળ્યો જીતનો આનંદ
post

પંજાબના નિકોલસ પુરને 28 બોલમાં 53 રનની ઈનિંગ રમી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 10:57:00

આઈપીએલની 13મી સીઝનનો 38મો મેચ શિખર ધવન, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનની બેટિંગના કારણે રોમાંચથી ભરેલો રહ્યો. દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવને લીગના ઈતિહાસમાં સતત 2 સેન્ચુરી મારનાર પહેલો ખેલાડી બની ગયો. તેને 106 રનની અણનમ ઈનિંગ રમી. તો, કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિસ ગેલે 13 બોલ પર 29 રનની ઈનિંગ રમી.

ગેલએ એકલાએ 26 રન તો એક જ ઓવરમાં કર્યા. આ ઓવર ઈનિંગની 5મી અને તુષાર દેશપાંડેની પહેલી ઓવર હતી. ગેલે આ ઓવરમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. આ સીઝનની પાવર પ્લેની સૌથી મોંઘી ઓવર સાબિત થઈ.

પંજાબના નિકોલસ પુરને 28 બોલમાં 53 રનની ઈનિંગ રમી. જેના કારણે કિંગ્સે દિલ્હીને 5 વિકેટથી હરાવ્યું. પંજાબે સતત ટોપ-3 ટીમોને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં 5માં નંબરે પહોંચી ગઈ છે. આ જીતની ખુશી કિંગ્સની માલકિન પ્રીતિ ઝિન્ટા ચેહરા પર સ્પષ્ટ જોવા મળી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post