• Home
  • News
  • ધવનની ઇનિંગ્સ પર તેના સાથીઓએ જ પાણી ફેરવ્યું, IPLમાં ફર્સ્ટ ઇનિંગ્સમાં બેટ્સમેને સદી ફટકાર્યા બાદ ટીમ તરીકે સૌથી ઓછા રન કરવાનો રેકોર્ડ હવે દિલ્હીના નામે
post

ધવને તોફાની બેટિંગ કરતા 61 બોલમાં 12 ફોર અને 3 સિક્સની મદદથી 106* રન કર્યા. ત્યાં સામે છેડે અન્ય બેટ્સમેનોએ 59 બોલમાં માત્ર 91.52ની સ્ટ્રાઇક રેટથી 54 રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 09:18:23

શિખર ધવને 17 ઓક્ટોબર, શનિવાર સુધી IPL કરિયરના 13 વર્ષ દરમિયાન 167 મેચ રમી હતી પરંતુ ક્યારેય ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો. લીગમાં પોતાની 168મી મેચની 167મી ઇનિંગ્સમાં તેણે ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ 58 બોલમાં 101* રન કરીને ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી સદી મારી હતી. અને ગઈ કાલે કિંગ્સ ઇલેવન પંજાબ સામે પણ 106 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો. આ સાથે શિખર 'બેફિકર' ધવન લીગમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો.

ધવનની આક્રમક બેટિંગ છતાં દિલ્હી પંજાબને માત કેમ ન આપી શક્યું? તે જાણ્યા પહેલાં ધવનના ફોર્મ વિશે વાત કરીએ.

ઓપનર ધવન છેલ્લી 4 મેચમાં 1 જ વાર આઉટ થયો
ધવને છેલ્લી 4 મેચમાં માત્ર એક જ વાર પોતાની વિકેટ ગુમાવી છે. આ દરમિયાન તેણે 1 ફિફટી અને 2 સદી મારી છે. તેમજ કુલ 333 રન કર્યા છે. ગબ્બરના નામથી જાણીતા શિખરે તે પહેલાની 6 મેચમાં માત્ર 132 રન કર્યા હતા. હાલ તેના નામે ચાલુ સીઝનની 10 મેચમાં કુલ 465 રન છે.

આમ, શિખરે છેલ્લી ચાર ઇનિંગ્સથી ટૂર્નામેન્ટમાં પોતાની છાપ છોડી દીધી છે. આવું કરવું વધારે ખાસ એટલે છે, કારણકે સીઝનની પહેલી મેચમાં તે શૂન્ય રને આઉટ થયો હતો. અત્યારે તે ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને છે. રાહુલ 540 રન સાથે આ સીઝનનો હાઈએસ્ટ રન સ્કોરર છે.

ધવન આટલું સારું રમ્યો તો પણ ગઈકાલે દિલ્હી કેમ હાર્યું?
ગઈ કાલની મેચમાં દિલ્હીની બેટિંગના બે ભાગ છે. એક એ 61 બોલ જે ધવન રમ્યો, અને એક એ 59 બોલ જે અન્ય બેટ્સમેન રમ્યા. ક્રિકેટ ટીમ ગેમ છે, તમે એકલા હાથે બાજી ફેરવી શકો છો, પરંતુ બનાવી શકતા નથી. જ્યાં ધવને તોફાની બેટિંગ કરતા 61 બોલમાં 12 ફોર અને 3 સિક્સની મદદથી 106* રન કર્યા. ત્યાં સામે છેડે અન્ય બેટ્સમેનોએ 59 બોલમાં માત્ર 91.52ની સ્ટ્રાઇક રેટથી 54 રન કર્યા. સૌથી વધુ નિરાશ ઓપનર પૃથ્વી શો, વિકેટકીપર ઋષભ પંત અને ફિનિશર માર્કસ સ્ટોઈનિસે કર્યા.

પૃથ્વીએ 11 બોલમાં 7, પંતે 20 બોલમાં 14 અને 10 બોલમાં 9 રન કર્યા. એટલે આ ત્રણ ખેલાડીઓ વચ્ચે 8 ડોટ બોલ. T-20ના સ્ટાન્ડર્ડ પ્રમાણે જો આ 8 બોલમાં 12-15 રન થયા હોત તો શક્ય છે કે મેચ કોઈપણ બાજુ જઈ શકે તેમ હતી. પંજાબે અંતે 1 ઓવર બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કરેલો.

આંકડા દ્વારા સમજીએ ધવનનું યોગદાન
ધવને ઇનિંગ્સના 120માંથી 61 બોલનો સામનો કર્યો. એટલે કે, તે 51% બોલ રમ્યો અને આ દરમિયાન 164માંથી 106 રન કર્યા. મતલબ કે, કુલ રનના 65%. જો ધવનની રનરેટે અન્ય સાથીઓ પણ રમત તો કદાચ દિલ્હી પંજાબને હંફાવી શકત. જ્યારે કોઈ ટીમના બેટ્સમેને સદી મારી હોય, તે પછી આ ઇનિંગ્સમાં કોઈપણ ટીમ દ્વારા રજીસ્ટર કરવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે. નીચે આ વિશેની વિગત આપવામાં આવી છે.

ફર્સ્ટ ઇનિંગ્સમાં વ્યક્તિગત સદી પછી સૌથી ઓછો ટીમ સ્કોર:

·         164/5 શિખર ધવન 106* DC v KXIP 2020

·         170/4 મનીષ પાંડે 114* RCB v DC 2009

·         177/4 ડેવિડ વોર્નર 107* DD v KKR 2010

 

adv

Related News

post
post
post
post
post
post
post