• Home
  • News
  • IPL માટે ચેન્નઈ પહોંચ્યો ધોની:CSKના કેપ્ટનનું ગ્રાંડ વેલકમ, ટૂર્નામેન્ટ માટે 9 માર્ચથી શરૂ થઈ શકે છે ટ્રેનિંગ કેમ્પ
post

ધોની લીગની પહેલી સીઝન (2008)થી જ ચેન્નઈ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. આ સીઝનમાં પણ તેના હાથમાં ટીમની કમાન છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 09:41:20

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને મહેન્દ્રસિંહ ધોની પોતાની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) સાથે જોડાઈ ગયો છે. જે અંતર્ગત તે ચેન્નઈ પહોંચ્યો, જ્યાં તેનું ગ્રાંડ વેલકમ થયું. તેની સાથે અંબાતી રાયડુ પણ ટીમ સાથે જોડાગયો છે.

ધોનીના સ્વાગતનો વીડિયો CSKએ સોશિયલ મીડિયા પર શેર કર્યો. રાયડુએ કહ્યું કે 9 માર્ચથી ટ્રેનિંગ કેમ્પ શરૂ થઈ શકે છે. તે પહેલાં તમામ ખેલાડી 5 દિવસ કોરોન્ટાઈન રહેશે. આ દરમિયાન તમામના 3 વખત કોરોના ટેસ્ટ પણ થશે.

ધોનની કેપ્ટનશીપ હેઠળ 3 વખત કપ જીત્યો
ધોની લીગની પહેલી સીઝન (2008)થી જ ચેન્નઈ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. આ સીઝનમાં પણ તેના હાથમાં ટીમની કમાન છે. CSKએ અત્યાર સુધીમાં સૌથી વધુ 8 વખત ફાઈનલ રમી છે. આ દરમિયાન 3 વખત 2010, 2011 અને 2018માં ખિતાબ પણ જીત્યો છે.

ચેન્નઈએ આ વખતે 6 ખેલાડીઓને ખરીદ્યા
આ વખતે ઓક્શનમાં ચેન્નઈ સુપરકિંગ્સે 6 ખેલાડીઓને ખરીદ્યા છે. જેમાં કૃષ્ણપ્પા ગૌતમ, મોઈન અલી, ચેતેશ્વર પુજારા, કે ભગત વર્મા, સી હરિ નિશાંત અને એમ હરિશંકર રેડ્ડી સામેલ છે. તેઓએ ગૌતમને 9.25 કરોડ અને મોઈનને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

ગત સીઝનમાં CSK 7માં નંબરે રહી
લીગની 13મી સીઝનમાં ચેન્નઈ ટીમ પોઈન્ટ ટેબલમાં 7માં નંબરે રહી હતી. તેને 14માંથી માત્ર 6 મેચમાં જીત મેળવી હતી, જ્યારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેની ટીમના ઓપનર અને ઓસ્ટ્રેલિયાના પ્લેયર શેન વોટસન ટૂર્નામેન્ટ પછી IPLમાંથી સંન્યાસ લઈ ચુક્યો છે.

ધોનીએ લીગમાં અત્યાર સુધીમાં 204 મેચમાં 4632 રન બનાવ્યા
ધોની IPLમાં અત્યાર સુધીમાં 204 મેચ રમ્યો, જેમાં તેને 40.99ની સરેરાશથી 4632 રન બનાવ્યા. ટૂર્નામેન્ટમાં તેને 23 ફિફ્ટી ફટકારી છે. તે અત્યાર સુધીમાં એક પણ સેન્ચુરી નથી મારી શક્યો. તેને ટૂર્નામેન્ટમાં 216 છગ્ગા અને 313 ચોગ્ગા પણ માર્યા છે. ગત સીઝનમાં ધોનીએ 14 મેચમાં 200 રન જ બનાવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post