• Home
  • News
  • સુરતની શાન વધારશે ડાયમંડ બુર્સ, એક જ જગ્યાએ જોવા મળશે 27 જેટલા જ્વેલરી શો-રૂમ
post

ડાયમંડ સીટી સુરતમાં તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) દસ કે પંદર નહીં, પરંતુ 27 જેટલા જ્વેલરી શોરૂમ એક જ સ્થળે અને એકજ સાથે જોવા મળશે. સુરતમાં ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગની શરૂઆત થઇ જશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-23 11:52:59

સુરતઃ સુરતના ખજોદ ખાતે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બનવા જઈ રહ્યું છે. દેશ અને વિદેશના 4500થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પાર પાડી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગને નવી દિશા આપવા માટે આ માઈલસ્ટોન પ્રોજેક્ટ છે. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) દસ કે પંદર નહીં, પરંતુ 27 જેટલા જ્વેલરી શોરૂમ એક જ સ્થળે અને એકજ સાથે જોવા મળશે.

ડાયમંડ સીટી સુરતમાં તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) દસ કે પંદર નહીં, પરંતુ 27 જેટલા જ્વેલરી શોરૂમ એક જ સ્થળે અને એકજ સાથે જોવા મળશે. સુરતમાં ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગની શરૂઆત થઇ જશે. જ્યાં 175 જેટલા દેશો વેપાર માટે આવશે. સુરત ડાયમંડ બુર્સમાં આવનારા વેપારીઓને એકસાથે 27 જેટલા ડાયમન્ડ જ્વેલરી પ્રોડક્ટ ખરીદી કરવા માટે વિકલ્પ પણ મળશે. સુરત ખજોદ ખાતે વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ મળવા જઈ રહ્યું છે. લોકો જાણે છે કે, વિશ્વના 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. પરંતુ આ હીરાથી તૈયાર જ્વેલરી ઉદ્યોગને પણ નવી તક આપવા માટે સુરત ડાયમંડ બુર્સે(Surat Diamond Bourse) તૈયારી બતાવી છે. 

સુરત ડાયમંડ બુર્સના આ પ્રોજેક્ટમાં એક જગ્યાએ 27 જેટલા જ્વેલરી શો રૂમ માટે જગ્યા આપવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં એક સાથે ક્યાંય પણ 27 જેટલા જ્વેલરી શો રૂમ જોવા મળ્યા નથી. આ અંગે સુરત ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જોવા જઈએ તો જ્વેલરી શોરૂમ પોશ વિસ્તારમાં બન્યા હોય છે. મોટાભાગે એક, બે અથવા તો ત્રણ શોરૂમ એક જગ્યાએ જોવા મળતા હોય છે. પરંતુ આખા દેશમાં એવી કોઈ પણ વ્યવસ્થા સામે આવી નથી કે જ્યાં એક જ સ્થળે 27 જેટલા જ્વેલરી શો રૂમ હોય. સુરત ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse) માં જ્વેલરી શોરૂમ ધારકોને સૌથી સારી અને લેટેસ્ટ ફેસીલીટી મળી રહેશે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ છે. 

સાથે સુરત ડાયમંડ બુર્સનો જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તે લક્ઝરિયસ જ્વેલરી મેકિંગમાં અનેક બ્રાન્ડ્ઝ સામે આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોઈ એક મોલ નથી જ્યાં જ્વેલરીમાં મલ્ટીપલ ઓપ્શન લોકોને મળી રહે છે અને એ વિકલ્પ સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) માં મળી રહેશે. સુરત ડાયમંડ બુર્સમાં 175 દેશોના વેપારીઓ આવશે. બાઈગ અને સેલિંગ માટે આવનારા વેપારીઓ યાદગીરી તરીકે જ્વેલરી પણ ખરીદી શકશે. સાથે સાથે જ્વેલરી માટે તેઓ અનેક વિકલ્પો જ્યારે જોશે, ત્યારે તેઓને સુરતની ક્ષમતા જ્વેલરી મેકિંગમાં કેવી છે તે જાણવા મળશે. સુરત જ્વેલરી મેકિંગની અનેક બ્રાન્ડ્ઝ સામે આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post