• Home
  • News
  • જોકોવિચ 8મી વખત ચેમ્પિયન બન્યો, 17મી વખત ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું; થિએમને 5 સેટના મુકાબલામાં હરાવ્યો
post

સર્બિયાના નોવાક જોકોવિચે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને 11માંથી 7 મેચમાં હરાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-03 11:45:03

વર્ષના પહેલા ગ્રેન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારે સર્બિયાના નોવાક જોકોવિચે ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને હરાવ્યો હતો. જીતથી જોકોવિચે આઠમી વખત ટુર્નામેન્ટનું ટાઇટલ તેના નામે કર્યું હતું. તેનું 17મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ છે. જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ક્યારેય હાર્યો નથી. તેણે થિએમને પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-4, 4-, 2-6, 6-3, 6-4થી હરાવ્યો હતો. બન્ને ખેલાડી વચ્ચે મુકાબલો 3 કલાક 59 મિનિટ સુધી ચાલ્યો હતો.


બન્ને ટેનિસ ખેલાડી અત્યાર સુધી 11 વખત સામસામે આવ્યા છે. તેમાં 7 વખત જોકોવિચને જીત મળી છે. બન્ને વચ્ચે રમાયેલા છેલ્લા 5 મુકાબલામાં 4 વખત થિએમને સફળતા મળી હતી જ્યારે આજે જોકોવિચે થિએમને હરાવ્યો હતો. જોકોવિચે 1 ફ્રેન્ચ ઓપન, 5 વિમ્બલડન અને 3 US ઓપન ટાઇટલ પણ જીત્યા છે. સર્બિયાના ખેલાડીએ સિંગલ્સમાં 78 ટાઇટલ પોતનાના નામે કર્યા છે. 2019માં જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન સાથે વિમ્બલડન ટાઇટલ પણ જીત્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post