• Home
  • News
  • ટીમ બાઈડનમાં ભારતીય મૂળના લોકોનો દબદબો:13 મહિલા સહિત 20 ભારતીય મૂળના લોકોની નિમણૂક થઈ તેમા બે ગુજરાતી, કોને શું મળ્યું તે જાણો
post

વ્હાઈટ હાઉસમાં 13 ભારતીય-અમેરિકન મહિલાઓ કરશે રાજ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 12:06:46

બાઈડનની ભારતીય મૂળના નાગરિકોની ટીમ

નીરા ટંડન- નીરાને વ્હાઈટ હાઉસ ઓફિસની ડિરેક્ટર ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

ડો.વિવેક મૂર્તિ- તેમને US સર્જન જનરલ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. તેઓ કોરોના ટાસ્ક ફોર્સની જવાબદારી સંભાળશે. તેમનો પરિવાર મૂળ કર્ણાટકનો રહેવાસી છે.

વનીતા ગુપ્તા- તેમને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એસોસિએટ એટર્ની જનરલ તરીકે નિરમણૂક કરવામાં આવી છે. ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં સિવિલ રાઈટ્સ (જસ્ટિસ ડિપાર્ટમેન્ટ)ને લીડ કરી ચુક્યા છે.

ઉજરા જિયા- ઉજરા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સિવિલિયન સિક્યોરિટી, ડેમોક્રેસી એન્ડ હ્યૂમન રાઈટ્સ હેઠળ કામ કરશે. તેઓ ડિપ્લોમેટ છે અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાંથી રાજીનામુ આપી ચુક્યા છે.

માલા અડિગા- માલા ફ્યુચર ફર્સ્ટ લેડી ડો.જિલ બાઈડનની પોલિસી ડિરેક્ટરની જવાબદારી સંભાળશે. વ્યવસાયિક રીતે વકીલ છે. તેમનો પરિવાર ભારતના ઉડુપ્પી જિલ્લા સાથે સંબંધ ધરાવે છે.

ગરિમા વર્મા- ગરિમા ફર્સ્ટ લેડીની ઓફિસની ડિજિટલ ડિરેક્ટર હશે. તે પેરામાઉન્ટ અને ડિઝ્નીમાં કામ કરી ચુકી છે. મૂળરૂપે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંબંધ ધરાવે છે.

સબરીના સિંહ- સબરીના વ્હાઈટ હાઉસની ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હશે. આ પર પહોંચનાર તેઓ પ્રથમ ભારતીય મૂળની મહિલા છે.

આયશા શાહ- તેમને વ્હાઈટ ઓફિસની ડિજીટલ સ્ટ્રેટેજીના પાર્ટનરશિપ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સમીરા ફાજિલી- સમીરાને વ્હાઈટ હાઉસમાં US નેશનલ ઈકોનોમિકલ કાઉન્સિલ (NEC) ના ડેપ્યુટી ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

ગૌતમ રાઘવન- ઓબામા પ્રશાસનમાં મહત્વની જવાબદારી સંભાળનાર ગૌતમને આ વખતે રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

વિનય રેડ્ડી - ડિરેક્ટર ઓફ સ્પીચરાઈટિંગની મહત્વની જવાબદારી સંભાળશે

વેદાંત પટેલ- વેદાંત રાષ્ટ્રપતિના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી હશે. આ પદ પર રહેનારા તેઓ ત્રીજા ભારતીય-અમેરિકી છે.

તરુણ છાબડા- તરુણને સિનિયર ડિરેક્ટર ફોર ટેકનોલોજી એન્ડ નેશનલ સિક્યોરિટીની જવાબદારી આપવામાં આવી છે.

સુમોના ગુહા- સુમોનાને સિનિયર ડિરેક્ટર ફોર સાઉથ એશિયાના પદ પર નોમિનેટ કરવામાં આવ્યા છે.

શાંતિ કલાથીલ- તેમને કોર્ડિનેટર ફોર ડેમોક્રેસી એન્ડ હ્યૂમન રાઈટની જવાબદારી આપવામાં આવી છે.

સોનિયા અગ્રવાલ-સોનિયાને વ્હાઈટ હાઉસમાં ડોમેસ્ટિક ક્લાઈમેન્ટ પોલિસીની ઓફિસમાં સિનિયર એડવાઈઝર ફોર ક્લાઈમેન્ટ પોલિસી એન્ડ ઈનોવેશનના પદ પર નિમણૂક કરવામાં આવ્યા છે.

વિદુર શર્મા- વિદુરને વ્હાઈટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ ટીમના પોલિસી એડવાઈઝર ફોર ટેસ્ટિંગની જવાબદારી આપવામાં આવી છે.

નેહા ગુપ્તા- નેહા વ્હાઈટ હાઉસ ઓફિસમાં એસોસિએટ કાઉન્સિલ તરીકે કામ કરશે.

રીમા શાહ- રીમા પણ વ્હાઈટ હાઉસમાં ડેપ્યુટી એસોસિએટ કાઉન્સિલની જવાબદારી નિભાવશે.

એડમિનિસ્ટ્રેશને ભારતીય-અમેરિકી સમુદાય પર ભરોસો વ્યક્ત કર્યો છે
ઈન્ડિયાસ્પોરાના ફાઉન્ડર એમઆર રંગાસ્વામીના મતે ભારતીય અમેરિકી સમુદાય અનેક વર્ષથી પબ્લિક સર્વિસ માટે જે સમર્પણ દેખાડ્યુ છે તેના આ પ્રશાસનની શરૂઆતમાં મોટા પ્રમાણમાં માન્યાત મળી છે. હું એટલા માટે ઘણી ખુશ છું કારણ કે તેમા મહિલાઓને પ્રાધાન્યતા આપવામાં આવી છે. અમારો સમુદાય ખરા અર્થમાં રાષ્ટ્ર સેવા માટે આવ્યો છે.

ભારતીય મૂળની કમલા ઉપરાષ્ટ્રપતિ બનશે બાઈડન રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ભારત માટે કમલાનું નામ એટલા માટે જરૂરી છે કારણ કે તે ભારતીય મૂળના છે. આ ચૂંટણી જીત્યા બાદ તેમણે એક નહીં પણ 3 નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ હશે. આ પદ પર હાંસલ કરનારા તેઓ પ્રથમ દક્ષિણ એશિયન અને અશ્વેત પણ છે.

આ બાબતનો અર્થ શું થાય છે?
અમેરિકાની વસ્તી આશરે 32 કરોડ છે. તેમા ભારતીય મૂળના નાગરિકોની સંખ્યા 31.80 લાખ છે.મેડિકલ, એજ્યુકેશન, હોસ્પિટાલિટી કે પછી ટેકનોલોજી દરેક સેક્ટરમાં તેમનો દબદબો છે. આ અગાઉ ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને બિલ ક્લિન્ટને પણ તેમના એડમિનિસ્ટ્રેશનમાં મહત્વના પદો પર ભારતીયોને સ્થાન આપ્યુ હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post