• Home
  • News
  • કર્ણાટકમાં દારૂની હાલતમાં ધૂત વ્યક્તિએ જીવતા સાપને બચકાં ભરી તેના ટુકડાં કરી દીધા
post

બાઈક પર જતી વખતે સાપ વચ્ચે આવતા કુમારને ગુસ્સો આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 10:00:11

કોલાર: દેશમાં લોકાડાઉન 3.0માં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં દારૂની દુકાનો ખોલવા માટે કેન્દ્ર સરકારે પરવાનગી આપી દીધી છે. આ દરમિયાન જે રાજ્યોમાં દારૂની પરવાનગી મળેલ છે ત્યાં આલ્કોહોલ પ્રેમીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને દારૂ ખરીદી રહ્યા છે. દારૂ પીવાની સાથે ઘણા લોકોના નાટકો પણ શરુ થઇ ગયા છે. કર્ણાટકના કોલાર શહેરમાં એક વ્યક્તિએ દારૂના નશાની હાલતમાં રસ્તા પર જતા સાપને બચકાં ભરી લીધા હતા. આ વ્યક્તિ નશામાં એટલો બધો ધૂત હતો કે તેને એ પણ નહોતી ખબર કે તે જીવતા સાપને બચકાં ભરી રહ્યો છે, પણ નસીબજોગે આ સાપ ઝેરી નહોતો.

આ દારૂડિયા વ્યક્તિની ઓળખાણ કુમાર તરીકે થઇ છે. તે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો તે દરમિયાન એક સાપે તેનો રસ્તો કાપ્યો. આ સાપને જોઈને તેને ગુસ્સો આવ્યો અને તેની ચામડી પર બચકાં ભરવા લાગ્યો. નશાની હાલતમાં ધૂત કુમારના આ પરાક્રમનો વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે. તેમાં તે બોલી રહ્યો છે કે, ‘તુમ્હારી હિંમત કૈસે હુઈ મેરા રાસ્તા રોકને કી ?’ આ વ્યક્તિને જોવા માટે રસ્તા પર ચાલતા લોકો ઊભા રહી ગયા હતા. 

એક સોશિયલ મીડિયા યુઝરે તેનો વીડિયો  યુટ્યુબ પર શેર કર્યો છે. કુમારે પોતાના દાંતથી આ સાપનાં ટુકડાં કરી દીધા. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં છૂટ આપ્યા બાદ પહેલાં દિવસમાં આશરે 45 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post