• Home
  • News
  • નયારા એનર્જીના 9 અબજ ડોલરના ગુજરાત પ્રોજેક્ટમાં 50% હિસ્સેદારી મેળવવા માગે છે ડચ કંપની શેલ
post

આ પ્રોજેક્ટ માટે સમાન ભાગીદારી વાળી સંયુક્ત સાહસ કંપનીની બનાવવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 09:09:15

નવી દિલ્હી: નેધરલેન્ડ સ્થિત ઓઇલ કંપની રોયલ ડચ શેલ નયારા એનર્જીના ગુજરાતના વાડિનાર ખાતે 9 અબજ ડોલરના ભાવિ પેટ્રોકેમિકલ પ્રોજેક્ટમાં 50% હિસ્સો લેવાનો ઇરાદો ધરાવે છે. એક સૂત્રએ આ માહિતી આપી હતી. રશિયન તેલ કંપની રોઝનેફ્ટનો પણ નયારા એનર્જીમાં હિસ્સો છે.

હિસ્સેદારી માટે જૂનમાં MOU થયા હતા
રોઇટર્સના એક અહેવાલ મુજબ, શેલ અને નયારાએ જૂનના પ્રારંભમાં પ્રોજેક્ટના હિસ્સા માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. તે મુજબ, પ્રોજેક્ટ માટે સમાન ભાગીદારીની જોઈન્ટ વેન્ચર (JV) કંપની બનાવવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં નયારાની બોર્ડ મિટિંગમાં શેલ અને નયારાના પેટ્રો કેમિકલ JVની વિચારણા થઇ હતી.

પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂરો થશે
યોજના મુજબ, વાર્ષિક 18 મિલિયન ટન ફુલ સ્ટીમ ઇથિલિન ક્રેકર અને સંબંધિત ડાઉનસ્ટ્રીમ યુનિટનું ઉત્પાદન ગુજરાતના વાડિનર ખાતે કરવામાં આવશે. આનો ખર્ચ 8-9 અબજ ડોલર થશે. આ પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂર્ણ થશે. પર્યાવરણ મંત્રાલયને સુપરત કરવામાં આવેલી નયારાની દરખાસ્ત મુજબ આ પ્રોજેક્ટમાં એરોમેટિક કોમ્પ્લેક્સ પણ બનશે. આ ઉપરાંત, અહી 1.075 કરોડ ટનના વિવિધ પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન થશે

નયારા રિફાઈનરીની ક્ષમતા વધારવા માગે છે
પેટ્રોકેમિકલ સંકુલ ઉપરાંત, નયારા તેની વાડિનર રિફાઇનરીની ઉત્પાદન ક્ષમતાને રોજના 4 લાખ બેરલથી વધારીને 9.2 લાખ બેરલ પ્રતિ દિવસ કરવા ધારે છે. આ બંને પ્રોજેક્ટ્સ પર આશરે રૂ. 1.3 લાખ કરોડ (17.39 અબજ ડોલર) ખર્ચ થવાનો અંદાજ છે. 29-30 ઓગસ્ટની બેઠકમાં પર્યાવરણ મંત્રાલય વિસ્તરણ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post