• Home
  • News
  • અગાઉ 1967માં સિક્કિમ સરહદે ભારત-ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, ચીનના 340 સૈનિકોના જીવ ગયા હતા
post

આ સમયે અટલ બિહારી વાજપેયી દિલ્હીમાં ચીન એમ્બેસીની સામે ઘેટાના ટોળાને લઇ ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 10:46:14

નવી દિલ્હી: ભલે 1962માં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધનું પરિણામ ચીન તરફી હતું, પરંતુ 5 જ વર્ષ પછી ભારતે ચીનને પાઠ ભણાવ્યો હતો. સિક્કિમમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારત અને ચીન આર્મી વચ્ચે બે ઝઘડા થયા હતા જેમાં 340 ચીની સૈનિકો માર્યા ગયા અને 450 ઘાયલ થયા હતા. જોકે, આમાં 88 ભારતીય જવાનો પણ શહીદ થયા હતા. ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતે પ્રતિક્રિયા આપી હતી. 11 અને 15 સપ્ટેમ્બર 1967ના રોજ નાથુ લા ખાતે અને ઓક્ટોબરમાં ચો લા ખાતે બંને દેશોના સૈનિકો વચ્ચે ટકરાવ થયો હતો.

ચીનના અહેવાલ મુજબ, 1967માં નાથુ લામાં થયેલી અથડામણ દરમિયાન 32 ચીની સૈનિકો અને 65 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. તે જ સમયે, ચો લા અથડામણમાં ભારતના 36 સૈનિકો માર્યા ગયા. રિપોર્ટમાં ચીને તેના સૈનિકોના મોતની વાત જણાવી નથી.

1967માં લડાઈનું કારણ શું હતું?
13
ઓગસ્ટ 1967ના રોજ, ચીની સૈનિકોએ નાથુ લામાં ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ખાડો ખોદવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, સિક્કિમની અંદર કેટલાક ખાડાઓ ખોદવામાં આવતા જોઈ ભારતીય સૈનિકોએ ચીની સેનાપતિને તેની સૈન્યની પીછેહઠ કરવા કહ્યું. આ પછી 1 ઓક્ટોબરના રોજ નાથુ લાથી થોડે દૂર ચો લા ખાતે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

વાજપેયી ચીની એમ્બેસીની બહાર ઘેટાં લઈને પહોચ્યા હતા
1967
ના ભારત-ચીન ઘર્ષણને લગતી એક રસપ્રદ ઘટના પણ છે. ચીની સૈનિકોએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય સૈનિકોએ તેમના કેટલાક ઘેટાંને બળજબરીથી કબજે કર્યા હતા. આ આરોપના વિરોધમાં, અટલ બિહારી વાજપેયી દિલ્હીમાં ચીન એમ્બેસીની સામે ઘેટાના ટોળાને લઇ ગયા હતા. તે સમયે વાજપેયી 43 વર્ષના હતા અને સાંસદ હતા.

45 વર્ષ પહેલા ચીનની સરહદે ભારતીય જવાનો શહીદ થયા હતા
20
ઓક્ટોબર 1975માં, અરુણાચલ પ્રદેશના તુલુંગ લા પર આસામ રાઇફલની પેટ્રોલિંગ પાર્ટી ઉપર હુમલો થયો હતો. આમાં ચાર ભારતીય જવાનો શહીદ થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post