• Home
  • News
  • પુત્રવધૂ પર મારઝૂડના કેસમાં જેલમાં જઈ આવેલા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને ત્યાં વહેલી સવારથી ITના દરોડા, 25 સ્થળે સર્ચ ઓપરેશન
post

16 ઓગસ્ટે પુત્રવધૂ દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા હતા બિલ્ડર રમણ પટેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 12:27:15

આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ IT વિભાગની ટીમ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરને ત્યાં રેડ કરવામાં આવી છે. IT વિભાગે અંદાજે 25 જગ્યા પર રેડ કરી છે. રેડના સમાચાર ફેલાતાં અન્ય બિલ્ડરોમાં હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યુલર ગ્રુપ બાદ દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સવારે 5:30 વાગ્યાથી IT વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ છે. શહેરમાં ઘણા સમય બાદ ફરી IT વિભાગે બિલ્ડોરોને ઝપેટમાં લીધા છે. આઈટી વિભાગ તેમજ પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનમાં અંદાજે 25 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદનું પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદોમાં આવ્યું હતું.

પુત્રવધૂ દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા હતા રમણ પટેલ
16
ઓગસ્ટે રમણ પટેલની પુત્રવધુએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, જજીસ બંગલા રોડ પર આવેલા દીપ ટાવરમાં રહેતી ફીઝુના લગ્ન સેટેલાઈટમાં રહેતા પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણભાઇ પટેલના દીકરા મૌનાંગ સાથે થયા હતા. 1 ઓગસ્ટે તેમની દીકરી આર્યાનો જન્મ દિવસ હોવાથી પરિવારના સભ્યો, ફીઝુની માતા જાનકીબહેન - પિતા મુકેશભાઇ પટેલ ભેગા થયા હતા. રાતે 11 વાગ્યે ફીઝુ અને જાનકીબહેન બેઠક રૂમમાં બેઠા હતા. થોડીવાર પછી ફીઝુના સાસુ - સસરા, ફીઝુ અને જાનકીબહેનને બધાની વચ્ચે કહેવા લાગ્યા હતા કે તું પિયરમાંથી કંઈ લાવી નથી.તે પૈસા જોઈને અમારા દીકરી સાથે લગ્ન કર્યા છે, તમે બંને મા-દીકરી લૂટારીઓ છો. તેમ કહીને રમણભાઇએ મૌનાંગને કહ્યું હતું કે, લાત મારીને કાઢી મુક આ લોકોને ઘરમાંથી. જ્યારે મુકેશભાઇએ કહ્યું હતું કે, આ મા -દીકરીને તો મારો તો જ સીધી થશે.તેમ કહેતા બધા એ ભેગા મળી ફીઝુ અને જાનકીબહેન સાથે ઝઘડો કર્યો હતો, રાતે 3 વાગ્યે મુકેશભાઇ અને મૌનાંગ ગેસ્ટ રૂમમાં આવ્યા હતા. જ્યારે મૌનાંગે ફીઝુને 6થી 7 લાફા મારી દીધા હતા તેમ જ મોઢા અને નાક ઉપર ફેંટો મારી હતી.

પુત્રવધૂને ફોડવા બિલ્ડર રમણ પટેલે મોકલેલા રોકડા અઢી કરોડ રૂપિયા પકડાયા
27
ઓગસ્ટે સમાધાન કરવા બિલ્ડર રમણ પટેલના કહેવાથી દશરથ પટેલ અને તેમના પુત્ર વીરેન્દ્ર પટેલે ફરિયાદી ફિઝુ પટેલની માસીને આપેલા રૂપિયા અઢી કરોડ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા હતા.આ કેસમાં સમાધાન કરવા માટે પોપ્યુલર બિલ્ડર્સ પરિવારે ફરિયાદનો સંપર્ક કરવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પતિ મોનાંગ પટેલ અને સસરા રમણ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કોર્ટમાં આ કેસના ફરિયાદી કે સાહેદ એફિડેવિટ કરે તો તેમને જામીન મળી શકે તે માટે આ કારસો રચાયો હતો. રમણ પટેલના કહેવાથી દશરથ પટેલ અને તેમનો પુત્ર વીરેન્દ્ર પટેલ નિમાબેનના ઘરે ગયા હતા અને તેમને એફિડેવિટ માટે રૂ. અઢી કરોડ આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે નિમાબેનના નવરંગપુરા સ્થિત સૌમ્ય ફલેટ પરથી રકમ કબજે કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપન ભદ્રને ભાસ્કરને જણાવ્યું કે, ફરિયાદી કે સાહેદને એફિડેવિટ કરી કેસને નબળો પાડવા આ રકમ મોકલાઈ હતી.

ધરપકડથી બચવા પિતા-પુત્ર અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા
ફિઝુએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતા રમણભાઇ, મયુરીકાબહેન અને મૌનાંગ અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. પોલીસે તેમને પકડવા ટીમો બનાવી હતી. જ્યારે તેમના બંગલા, ઓફિસ, ફાર્મ હાઉસ તેમજ સગા સંબંધીઓના ઘરે પણ તપાસ શરૂ કરી હતી.

સિંધુ ભવન રોડ પર વૈભવી ઓફિસ છે
મૌનાંગ સિંધુ ભવન રોડ ઉપર એસબીઆર ફૂડ કોર્ટ ધરાવે છે, જેના ભાડાની મહિને લાખોની આવક છે. તેની બાજુમાં મૌનાંગની વૈભવી ઓફિસ આવેલી છે. આ ઓફિસ કોઇ ઉદ્યોગપતિની ઓફિસને પણ ટકકર મારે એટલી વૈભવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post