• Home
  • News
  • ENG vs BAN : ડેવિડ મલાને બાંગ્લાદેશ સામે સદી ફટકારી, બાબર આઝમનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ
post

ઇંગ્લેન્ડ સામે બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-10 18:00:46

ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ધર્મશાલાના હિમાચલ ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 7મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટો અને ડેવિડ મલને ધમાકેદાર શરૂઆત કરી હતી. બેરસ્ટો ફિફ્ટી ફટકારી આઉટ થયો હતો જયારે ડેવિડ મલાન અને જો રૂટે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન મલાને સદી ફટકારી હતી. આ સાથે જ મલાને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

મલાને બાબર આઝમને પાછળ છોડ્યો

ADVERTISEMENT

ડેવિડ મલાનની આ ODI World Cupમાં પહેલી સદી છે. જો કે વનડે ક્રિકેટમાં આ તેની છટ્ઠી સદી છે. મલાન વનડે ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગમાં 6 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. મલાને માત્ર 23 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ્યો છે. આ દરમિયાન તેણે પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ સાથે પાકિસ્તાનના જ ખેલાડી ઈમામ-ઉલ-હક જેવા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.

વનડેમાં સૌથી ઝડપી 6 સદી ફટકારનાર બેટ્સમેન (ઇનિંગના હિસાબે)

ડેવિડ મલાન - 23 ઇનિંગ્સ 

ઈમામ-ઉલ-હક - 27 ઇનિંગ્સ

ઉપુલ થરંગા - 29 ઇનિંગ્સ

બાબર આઝમ - 32 ઇનિંગ્સ

હાશિમ અમલા - 34 ઇનિંગ્સ 

adv

Related News

post
post
post
post
post
post
post