• Home
  • News
  • પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં: 207/3, ડોમિનિક સિબલે અને બેન સ્ટોક્સે ફિફટી મારી
post

સિબલે 86 અને સ્ટોક્સ 59 રને અણનમ, અનુક્રમે કરિયરની બીજી અને 22મી ફિફટી મારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 11:29:03

ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે મજબૂત સ્થિતિમાં છે. પ્રથમ દિવસના અંતે યજમાને 3 વિકેટે 207 રન કર્યા છે. ડોમિનિક સિબલે 86 રને અને બેન સ્ટોક્સ 59 રને અણનમ છે. બંનેએ અનુક્રમે કરિયરની બીજી અને 22મી ફિફટી મારી છે. તેમજ ચોથી વિકેટ માટે 309 બોલમાં 126* રનની ભાગીદારી કરી છે. વેસ્ટ ઇન્ડીઝ માટે રોસ્ટન ચેઝે 2 અને અલ્ઝારી જોસેફ 1 વિકેટ લીધી છે. 

સિબલે 68 રને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે હોલ્ડરે સેકન્ડ સ્લીપમાં તેનો સરળ કેચ છોડ્યો હતો. તેણે સતત બીજી ઇનિંગ્સમાં ફિફટી મારી છે. સાઉથહેમ્પટન ખાતે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 50 રન કર્યા હતા. સિબલે પહેલા ઇંગ્લેન્ડ તરફથી સતત બે ઇનિંગ્સમાં ઓપનર તરીકે એલિસ્ટર કૂકે 50+ સ્કોર કર્યો હતો. તેણે 2018માં ભારત સામે ઓવલમાં 71 અને 147 રન કર્યા હતા. 

રોસ્ટન ચેઝ હેટ્રિક ચૂક્યો

·         દિવસની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહેમાન ટીમને પ્રથમ સફળતા જલ્દી મળી હતી. ઇંગ્લિશ ટીમે 29 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

·         ઓફ સ્પિનર રોસ્ટન ચેઝે સતત બે બોલમાં બે વિકેટ લીધી હતી. લંચ પહેલાની છેલ્લી ઓવરમાં રોરી બર્ન્સ 15 રને ચેઝની બોલિંગમાં LBW થયો હતો. તે આઉટ થતા લંચ બ્રેક લેવામાં આવ્યો હતો.

·         બ્રેક પછી તરત પહેલા બોલે જ ઝેક ક્રોલે ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. તે ચેઝની બોલિંગમાં લેગ સ્લીપમાં હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો. આમ બે બોલમાં બે વિકેટ લઈને ચેઝ હેટ્રિક પર આવ્યો હતો, જોકે જો રૂટે તેને હેટ્રિક લેવા દીધી નહોતી.

·         રૂટ જોસેફના ફૂલ એન્ડ વાઇડ બોલમાં ડ્રાઈવ મારવા જતા કવર્સ પર હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 49 બોલમાં 2 ફોરની મદદથી 23 રન કર્યા હતા.

ઇંગ્લેન્ડે ટીમમાં ચાર ફેરફાર કર્યા

·         ઇંગ્લેન્ડની ટીમમાં ચાર ફેરફાર થયા છે. કેપ્ટન જો રૂટ, સેમ કરન, ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ટ બ્રોડની વાપસી થઈ છે.

·         તેઓ જોઈ ડેન્લી, જોફરા આર્ચર, જેમ્સ એન્ડરસન અને માર્ક વુડની જગ્યાએ રમી રહ્યા છે. બીજી તરફ, વિન્ડિઝે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post