• Home
  • News
  • વેક્સિનેશન શરૂ થયાને 10 દિવસ બાદ પણ ઉત્સાહ ઓછો; 36 લાખ વેક્સિનેશન કરવાના હતા, હજુ સુધી થયા માત્ર 19.50 લાખ
post

25 જાન્યુઆરી સુધી 54.5% લોકોએ વેક્સિનેશન સેન્ટર પર પહોંચીને વેક્સિન લગાવડાવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 10:11:06

ભારત સરકારના લાખ પ્રયાસો છતાં કોરોના વિરૂદ્ધ વેક્સિનેશન અભિયાન ગતિ નથી પકડી રહ્યું. સાઈડ ઈફેક્ટ્સનો ડર અને વેક્સિનની ઈફેક્ટિવનેસ પરની શંકાને કારણે પ્રાયોરિટી ગ્રુપમાં સામેલ ડોકટર અને અન્ય હેલ્થકેર વર્કર પણ તેનાથી અંતર બનાવી રહ્યાં છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કોઈ નવી વાત નથી. જ્યારે પણ કોઈ વેક્સિન નવી આવે છે, તેને લઈને શંકા રહે જ છે. આ પહેલાં પણ શીતળાથી લઈને પોલિયોની દરેક વેક્સિનને શરૂઆતમાં શંકાની નજરે જ જોવામાં આવતી હતી.

ભારતમાં વેક્સિનેશનનું સ્ટેટસ શું છે?
ભારતમાં કોરોના વિરૂદ્ધ વેક્સિનેશન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. 25 જાન્યુઆરી સુધી 35,785 સેશન્સમાં 19 લાખ 50 હજાર 188 લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. દરેક સેશનમાં ઓછામાં ઓછા 100 લોકોને વેક્સિન લગાડવાની યોજના હતી. આ દ્રષ્ટીએ 36 લાખ લોકોને વેક્સિન લગાવવાની હતી, પણ તેમાંથી માત્ર 54.5% લોકો જ વેક્સિન લગાવવા સામે આવ્યા છે. એટલે કે પ્રાયોરિટી ગ્રુપના જે લોકોને વેક્સિનેટ કરવામાં આવવાના હતા, જેમાંથી પ્રત્યેક 100માંથી 45.5 લોકોએ વેક્સિન નથી લગાવી.

જો 25 જાન્યુઆરીની વાત કરો તો માત્ર 47% લોકો જ વેક્સિન લગાવવા માટે પહોંચ્યા. કોવિશીલ્ડ વેક્સિનની બોટલની સાથે મુશ્કેલી એ છે કે તેને ખુલ્લી ન રાખી શકાય. શીશી ખોલવામાં આવ્યા બાદ ચાર કલાકની અંદર તેનો ઉપયોગ કરવો જરૂરી છે. એવામાં વધુ લોકો ન આવવાથી વેક્સિનના ડોઝ પણ ખરાબ થઈ રહ્યાં છે, કેટલાંક રાજ્યોએ ન તો સ્પોટ રજિસ્ટ્રેશન કરીને વેક્સિનની રીત અપનાવી છે કે જેથી વેક્સિનની બરબાદી રોકવામાં આવી શકે.

હેલ્થકેર વર્કર વેક્સિન લગાવવા માટે આગળ કેમ નથી આવી રહ્યાં?
ભારત સરકારે સૌથી પહેલાં એક કરોડ હેલ્થકેર વર્કર્સ અને બે કરોડ ફ્રંટલાઈન વર્કર્સને વેક્સિનેટ કરવાની યોજના બનાવી છે. હવે હેલ્થકેર વર્કર્સ એટલે કે ડોકટર અને મેડિકલથી જોડાયેલો સ્ટાફ જ વેક્સિન લગાવવાથી દૂર ભાગી રહ્યો છે. વેક્સિનને લઈને શંકા કે ડર પહેલી વખત નથી જોવા મળી રહ્યો. જ્યારે પણ કોઈ વેક્સિન પ્રોગ્રામ આવ્યો છે, તેને કોઈને કોઈ અફવાઓનો સામનો કરવો પડ્યો છે.

પોલિયો વેક્સિનને લઈને અફવા હતી કે આ બાળકોના ફર્ટાઈલની ક્ષમતાને પ્રભાવિત કરશે. એવી પણ અફવા હતી કે ઓરલ પોલિયો વેક્સિનમાં ભુંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એવી સ્પષ્ટતા કરવી પડી હતી કે વેક્સિનમાં ભુંડ કે તેમાંથી નીકળતા કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

હાલમાં જ વેક્સિનની સાઈડ ઈફેક્ટસ તરીકે લોકોને દુખાવો કે તાવ આવ્યો તો તેને લઈને પણ શંકાઓ ઉદ્ભવી છે. 2000ના દશકમાં હ્યુમન પાપિલોમાવાયરસ વેક્સિનની ટ્રાયલ્સમાં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં લોકોના મોત નિપજ્યા હતા. ભલે જ મોતમાં વેક્સિન સાથે કોઈ જ લેવા દેવા ન હતી, તેમ છતાં અફવા ફેલાઈ કે વેક્સિન જીવલેણ છે.

લોકોમાં કોરોના વેક્સિનને લઈને વિશ્વાસ કેમ ઊભો થતો નથી?
વિશ્વભરમાં અફવાઓ છે કે કેટલીક વેક્સિન ડીએનએમાં પણ ફેરફાર કરી શકે છે. આ દાવો પાયાવગરનો છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે ભારતમાં ડોકટર્સમાં જ વેક્સિનને લઈને વિશ્વાસ ઊભો નથી થઈ રહ્યો. વેક્સિનને એપ્રુવલ મળવામાં સામાન્ય રીતે 8-9 વર્ષ લાગી જાય છે. કોરોના વેક્સિન એક વર્ષથી પણ ઓછા સમયમાં આવી છે, આ કારણે ડોકટર્સને ઝડપથી આવેલી વેક્સિન પર વિશ્વાસ ઓછો છે.

લોકોમાંથી ડર ભગાવવા માટે શું કરવું જોઈએ?
પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડૉ. ગજેન્દ્રસિંહનું કહેવું છે કે હાલના સમયે વૈજ્ઞાનિકોમાં નોવલ કોરોના વાયરસનો સામનો કરવા માટેનો કોઈ જ પૂર્વ અનુભવ નથી. એવામાં વૈજ્ઞાનિકોએ ડેટાની સાથે જ આગળ વધવું જ યોગ્ય રહેશે. ઈફેક્ટિવનેસ અને સેફ્ટીના ડેટા પર જ લોકોને વિશ્વાસ કરવો પડશે. રસી પર રાજનીતિક અને આર્થિક દબાણનો પ્રભાવ ન હોવો જોઈએ. નહીંતર, કોરોના વેક્સિનની રજૂઆતથી મહામારી વિરૂદ્ધની લડાઈ ઓછી પ્રભાવી રહેશે.

કેટલાંક અન્ય હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે એકેડેમિક્સને ટ્રાયલ્સથી સામે આવેલા ડેટાઓ રજૂ કરવા જોઈએ. તેનાથી તે પરિણામોને ડીકોડ કરશે અને પારદર્શિતા આવશે. ઈફેક્ટિવ સુચના, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી માટે સ્વાસ્થ્ય મંત્રાલય કામ કરી રહ્યું છે. વેક્સિનને લઈને જાગરુકતા વધારવા ડોકટર્સ, ફિલ્મ અને ક્રિકેટ સેલિબ્રિટીની મદદ લેવાની યોજના છે. દેશનું રાજકીય નેતૃત્વ પણ બીજા તબક્કામાં વેક્સિન લગાવવાના છે, તેનાથી લોકોમાં ક્યાંકને ક્યાંક વિશ્વાસ તો આવશે જ.

પ્રાઈવેટ સેક્ટર શું રોલ ભજવી શકે છે?
ટાટા સ્ટીલ સહિત અનેક મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓ માટે મોટા પ્રમાણમાં વેક્સિન ખરીદવાની તૈયારી કરી છે. તેઓ સીધા જ સપ્લાયર્સ સાથે જોડાઈ રહ્યાં છે. વેક્સિનેશન અનિવાર્ય નથી, તેથી આ કંપનીઓને પણ તે વિરોધનો જ સામનો કરવો પડશે, જે હેલ્થકેર વર્કર્સમાં પણ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં જ્યાં પ્રકોપ વધુ ગંભીર છે, અનેક મોટી કંપનીઓએ કોઈ વિશેષ વેક્સિનની સાથે સ્ટ્રેટેજી બનાવવાની શરૂ કરી દિધી છે. અનેક કંપનીઓ માટે આ વ્યવસાયની નિરંતરતાનો સવાલ છે, સાથે જ સ્ટાફને સુરક્ષા આપવી તેમની નૈતિક જવાબદારી પણ છે.

શું વેક્સિન લગાડવી પૂરતી છે?
આ અંગે ડૉ. ગજેન્દ્ર સિંહનું કહેવું છે કે વેક્સિનથી કોઈ રોગ પર અંકુશ કે નિયંત્રણ ન થઈ શકે. આપણે તે વિશ્વાસ કરવો પડશે કે વેક્સિન કોરોના મહામારીને નિયંત્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ છે. પરંતુ તેની સાથે પોતાનો વ્યવહાર પણ યોગ્ય હોવો જોઈએ, જેમ કે હાથ ધોવા, સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક. જ્યાં સુધી દરેકને વેક્સિન નહીં લગાવવામાં આવે કે તમામના શરીરમાં વેક્સિન વિરૂદ્ધ એન્ટીબોડી નહીં બને, ત્યાં સુધી તો માસ્ક પહેરવા જ પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જ પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post