• Home
  • News
  • ફેમિલી બેનર 'વિશેષ ફિલ્મ્સ'થી અલગ થયા મહેશ ભટ્ટ, ભાઈ મુકેશ ભટ્ટની સ્પષ્ટતા- અમારો ઝઘડો નથી થયો
post

'સાક્ષી અને વિશેષ કંપની સંભાળશે'

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 15:52:06

ફિલ્મ પ્રોડ્યુસર મુકેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, તેના ભાઈ મહેશ ભટ્ટ તેમની ફેમિલી કંપની 'વિશેષ ફિલ્મ્સ'ના ક્રિએટિવ કન્સલ્ટન્ટપદથી રાજીનામું આપી ચૂક્યા છે. શુક્રવારે એક ઇન્ટરવ્યુમાં મુકેશ ભટ્ટે સ્પષ્ટતા આપી કે બંને ભાઈઓ વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો થયો નથી. 'વિશેષ ફિલ્મ્સ' હંમેશાંથી તેમની જ કંપની હતી. મહેશ ભટ્ટ તેમાં માત્ર કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. હવે આ બેનર મુકેશનાં બાળકો સાક્ષી અને વિશેષ ચલાવશે.

'મહેશ વિશેષ ફિલ્મ્સથી બહાર નથી થયા'
એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં મુકેશે કહ્યું, 'મહેશ વિશેષ ફિલ્મ્સથી બહાર નથી થયા. આ સ્પષ્ટપણે જાણી લો. કંપની વિશેષ ફિલ્મ્સ મારી છે. ડિરેક્શન છોડ્યા બાદ પણ મારા ભાઈ તેમાં ઘણા પ્રોજેક્ટ્સ માટે ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. જો મને કોઈ ફિલ્મમાં તેમની જરૂર પડી તો તેમની ક્રિએટિવિટી બતાવવા માટે તેઓ હાજર રહેશે. અમારો ઝઘડો નથી થયો, પણ હવે તેો ક્રિએટિવ કન્સલ્ટન્ટ પદ પર રહેવા નથી ઇચ્છતા.'

'સાક્ષી અને વિશેષ કંપની સંભાળશે'
મુકેશે આગળ કહ્યું, 'સાક્ષી અને વિશેષ કંપનીની વિરાસતને આગળ લઇ જશે. તેમની પાસે ઘણા સારા આઈડિયા છે. મારા અનુભવ સાથે તેમને ગાઈડ કરવા હંમેશાં હાજર હોઈશ. હવે સમય છે ફિલ્મમેકિંગમાં મારાં બાળકોનો આગળ વધવાનો, જેને લઈને અમે ઘણા પેશનેટ છીએ.'

'વિશેષ ફિલ્મ્સ'ની છેલ્લી રિલીઝ 'સડક 2'
'
વિશેષ ફિલ્મ્સ'ના બેનર હેઠળ બનેલી છેલ્લી રિલીઝ ફિલ્મ 'સડક 2'હતી, જેને મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી હતી. ડિરેક્ટર તરીકે મહેશ ભટ્ટે કંપની સાથે 24 વર્ષ બાદ કમબેક કર્યું હતું. તેમણે 'વિશેષ ફિલ્મ્સ' બેનર હેઠળ 1996માં આવેલી 'દસ્તક' અને એ પહેલાં ઘણી ફિલ્મો ડિરેક્ટ કરી હતી.

કંપનીની અન્ય ફિલ્મોની વાત કરીએ તો તેમાં 'ડેડી', 'આશિકી', 'સડક', 'દુશમન', 'રાઝ', 'મર્ડર', 'ઝહર', 'ગેંગસ્ટર' અને 'જન્નત' સામેલ છે. તેમાં 'રાઝ', 'મર્ડર', અને 'જન્નત' જેવી ઘણી ફિલ્મો ફ્રેન્ચાઇઝી હેઠળ બનાવવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post