• Home
  • News
  • સંજૂ સેમસનના સમર્થનમાં ફેન્સે લગાવ્યા નારા:T20 વર્લ્ડ કપની ટીમમાં લેવામાં આવ્યો નથી; 7 વર્ષમાં માત્ર 16 ઈન્ટરનેશનલ મેચ રમી છે
post

IPL-15માં 146.79ના સ્ટ્રાઈક રેટથી 458 રન બનાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 19:18:14

ટીમના વિકેટકીપર સંજૂ સેમસનના ચાહકો ટીમ ઈન્ડિયા અને મેનેજમેન્ટથી નાખુશ છે. ચાહકોનું નાખુશ થવું પણ વાજબી છે. જ્યારે ટીમ સોમવારે તિરુઅનંતપુરમ પહોંચી હતી, તો ચાહકોએ સંજૂ...સંજૂ...ના નારા લગાવ્યા હતા. જોકે તેઓ ટીમનો વિરોધ નહિ, પરંતુ સંજૂનું સમર્થન કરતા હતા. તો બીજી બાજુ, ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને આર. અશ્વિન સંજૂને ટેગ કરીને ઇસ્ટા સ્ટોરી નાખી હતી. જેમાં ચાહકો સંજૂના નામના નારા લગાવતા હતા. ટીમ ઈન્ડિયા બુધવારે તિરુઅનંતપુરમમાં સાઉથ આફ્રિકાની સામે 3 T20 સિરીઝની પહેલી મેચ રમશે.

વર્લ્ડ કપની ટીમમાં સંજૂનો સમાવેશ કરવામાં આવ્યો નથી

સંજૂ સેમસનને T20 વર્લ્ડ કપની ટીમ લેવામાં આવ્યો નથી. તેની જગ્યાએ રિષભ પંત અને દિનેશ કાર્તિકને લેવામાં આવ્યો છે. સંજૂ સેમસને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી T20 મેચ 7 ઑગસ્ટે વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી. ગત 8 ઇનિંગમાં (વન-ડે અને T20)ની વાત કરીએ તો સંજૂ સેમસને 135.15ની સ્ટ્રાઈક રેટથી 175 રન બનાવ્યા છે. જેમાં એક ફિફ્ટી પણ સામેલ છે.

7 વર્ષમાં 16 T20 ઈન્ટરનેશનલ મેચ જ રમી છે

સંજૂ સેમસનને ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સોએ પૂરતો ચાન્સ જ આપ્યો નથી. તે સતત પોતાને સાબિત કરતો આવ્યો છે, પરંતુ તેને આજ સુધી પૂરતા ચાન્સ જ આપવામાં આવ્યા નથી. વર્ષ 2015માં પહેલી ઈન્ટરનેશનલ T20 મેચ રમ્યા પછી સંજૂએ અત્યાર સુધીમાં માત્ર 16 T20 મેચ રમી છે. તેણે 135.15ની સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં સંજૂએ 23 ચોગ્ગા અને 13 છગ્ગા માર્યા છે. તેવામાં તેને વર્લ્ડ કપની ટીમમાં લેવાની જરૂર હતી.

IPL-15માં 146.79ના સ્ટ્રાઈક રેટથી 458 રન બનાવ્યા

IPL-15માં પોતાની શાનદાર કેપ્ટનશિપના કારણે લોકોની વાહવાહી મેળવનારા સંજૂ સેમસનને ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સે ઇગ્નોર કર્યો હતો. તે ટૉપ ઓર્ડરમાં ઝડપથી બેટિંગ કરી શકે છે. સેમસન IPLમાં 3500થી પણ વધુ રન બનાવી ચૂક્યો છે. તેણે IPL-15માં 146.79ની સ્ટ્રાઈક રેટથી 458 રન બનાવ્યા હતા. તે સારો વિકેટકીપર પણ છે.

ચેન્નાઈમાં ફિફ્ટી ફટકારી

સંજૂ સેમસન હાલ ટીમ ઈન્ડિયાની બહાર છે. જોકે ચેન્નાઈમાં રમાઈ રહેલી ન્યૂઝીલેન્ડ-એ સામેની ત્રીજી અનઓફિસિયલ વન-ડે મેચમાં સેમસને 54 રન બનાવ્યા હતા. 3 મેચની સિરીઝમાં ઈન્ડિયા-એ 2-0થી આગળ છે. ટેસ્ટમાં પણ ઈન્ડિયા-એ એ 1-0થી જીત મેળવી લીધી હતી. 2 અનઓફિસિયલ ટેસ્ટ ડ્રો રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post