• Home
  • News
  • ખુદ ખેડૂત નેતાઓનો દાવો, ટ્રેક્ટર રેલીમાં હિંસા પાછળ આ વ્યક્તિનો હાથ
post

દીપ સિદ્ધુ આંદોલનને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 10:34:56

દિલ્હી (Delhi)માં ટ્રેક્ટર પરેડ (tractor rally) દરમિયાન હિંસાની પાછળ પંજાબના એક્ટર અને સિંગર દીપ સિદ્ધુ (Deep Sidhu)નું નામ સામે આવી રહ્યું છે. ખેડૂત નેતા આરોપ લગાવી રહ્યા છે કે સિદ્ધુએ જ પ્રદર્શનકારીઓને હિંસા માટે ભડકાવ્યા હતા. ભારતીય કિસાન યૂનિયન હરિયાણાના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીએ દીપ સિદ્ધુ પર પ્રદર્શનકારીઓને ઉશ્કેરવા અને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે, દીપ સિદ્ધુ જ પ્રદર્શનકારીઓને લાલ કિલ્લા સુધી લઈ ગયો હતો. ખેડૂતો ત્યાં જવાના પક્ષમાં નહોતા.

દીપ સિદ્ધુ આંદોલનને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો

ગુરનામ સિંહ ચઢૂની ઉપરાંત સ્વરાજ પાર્ટીના યોગેન્દ્ર યાદવે પણ દીપ સિદ્ધુ પર આરોપ લગાવ્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, દીપ સિદ્ધુ અનેક દિવસથી આંદોલનને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે બીજેપી સાથે જોડાયેલો છે. યોગેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો કે, સિદ્ધુ બીજેપી સાંસદ સન્ની દેઓલનો ચૂંટણીમાં એજન્ટ રહી ચુક્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે તેની અનેક તસવીરો પણ છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે, એવું લાગે છે કે દિલ્હી હિંસા પાછળ કોઈ ષડયંત્ર છે.

પ્રતિબંધિત સંગઠન શીખ ફૉર જસ્ટિસનો સભ્ય

કૉંગ્રેસના લોકસભા સાંસદ રવનીત સિંહ બિટ્ટૂએ પણ દાવો કર્યો કે, એ દીપ સિદ્ધુ જ છે જેણે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો હતો. તે પ્રતિબંધિત સંગઠન શીખ ફૉર જસ્ટિસનો સભ્ય છે. ઘટના બાદ દીપ સિદ્ધુએ ફેસબુક લાઇવ કરીને દાવો કર્યો કે, અમે લાલ કિલ્લા પર ફક્ત નિશાન સાહિબ ફરકાવ્યા અને વિરોધ કરવો તો અમારો લોકતાંત્રિક અધિકાર છે. અમે તિરંગાને નહોતો હટાવ્યો. ઉલ્લેખનીય છે કે ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક દિવસ પર નીકાળવામાં આવેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું.

NIA મોકલી ચુકી છે સમન્સ

દિલ્હી પોલીસે કેટલીક મહત્વની શરતો સાથે ખેડૂતોને ટ્રેક્ટર પરેડ નીકાળવાની પરવાનગી આપી હતી, પરંતુ મંગળવારની સવારે જ્યારે ખેડૂતો ટ્રેક્ટરની સાથે દિલ્હીની સરહદો પર પહોંચ્યા તો તમામ નિયમો ટૂટતા જોવા મળ્યા. બૈરિકેડિંગ તોડતા પ્રદર્શનકારીઓએ કોહરામ મચાવ્યો. પહેલા પ્રદર્શનકારીઓ તરફથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે દીપ સિદ્ધુ અને તેના ભાઈ મનદીપને એનઆઈ પૂછપરછ માટે બોલાવ્યા હતા. એનઆઈએ બંને ભાઈઓને શીખ ફૉર જસ્ટિસ નામના અલગાવવાદી સંગઠનની વિરુદ્ધ દાખલ કેસ વિશે પૂછપરછ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post