• Home
  • News
  • ખેડૂતોએ વાયદો તોડ્યો – ખુલ્લી તલવારથી હુમલો કર્યો, હવે એક્શનમાં આવી દિલ્હી પોલીસ
post

લાલ કિલ્લાની પાસે અનેક પોલીસવાળાઓએ દીવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 11:10:52

દિલ્હી પોલીસે (Delhi Police) મંગળવારના રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (tractor rally)ના મામલે અલગ-અલગ પોલીસ સ્ટેશન (Police Station)માં મોડી રાત સુધી 22 એફઆઈઆર નોંધવામાં આવી છે. આમાં તોડફોડ અને પોલીસ કર્મચારીઓની બંદૂક ઝૂંટવવા જેવી ઘટનાઓ સામેલ છે. ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ નીકાળી રહેલા ખેડૂતોએ દિલ્હીને જાણે કે યુદ્ધનું મેદાન બનાવી દીધું હતુ. પોલીસવાળાઓ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયત્ન, બસો અને ગાડીઓમાં તોડફોડ, પથ્થરમારા બાદ કેટલાક ખેડૂતોએ લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લગાવી દીધો. લાલ કિલ્લાની પાસે અનેક પોલીસવાળાઓએ દીવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો.

લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો

આ પહેલા દિવસમાં ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ હજારો ખેડૂતોએ પોલીસના બેરિકેડ્સ તોડી દીધા અને પોલીસની સાથે ઝપાઝપી કરી. પ્રદર્શનકારીઓએ ગાડીઓમાં તોડફોડ કરી અને લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવી દીધો. જાણકારી પ્રમાણે હિંસામાં 150થી વધારે પોલીસકર્મચારી ઝખ્મી થયા છે. બીજી તરફ આઈટીઓમાં એક પ્રદર્શનકારીનું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું જેના કારણે તેનું મોત થઈ ગયું. દિલ્હી પોલીસે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સંયુક્ત કિસાન મોરચા તરફથી ગણતંત્ર દિવસના અવસર પર ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતુ.

6 હજારથી 7 હજાર ટ્રેક્ટર સિંઘુ સરહદ પર એકત્ર થયા

પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડને લઈને મોરચાની સાથે દિલ્હી પોલીસની અનેક સ્તરની બેઠકો થઈ હતી. નિવેદન અનુસાર મંગળવારના સવારે લગભગ 8:30 વાગ્યે 6 હજારથી 7 હજાર ટ્રેક્ટર સિંઘુ સરહદ પર એકત્ર થયા. પહેલાથી નિર્ધારિત રસ્તા પર જવાના બદલે તેમણે મધ્ય દિલ્હી તરફ જવા પર ભાર આપ્યો. પોલીસે જણાવ્યું કે વારંવાર વિનંતી કરવા છતા નિહંગોની આગેવાનીમાં ખેડૂતોએ પોલીસ પર હુમલો કર્યો અને બેરિકેડ્સ તોડ્યા. ગાઝીપુર અને ટીકરી સરહદથી પણ આ પ્રકારની ઘટનાઓના સમાચાર છે.

પોલીસ ભીડને હટાવવામાં સફળ રહી

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આઇટીઓ પર ગાઝીપુર અને સિંઘુ બૉર્ડરથી આવેલા ખેડૂતોના એક મોટા જૂથે લુટિયન ઝોન તરફ જવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પોલીસ કર્મચારીઓએ તેમને રોક્યા તો ખેડૂતોનો એક વર્ગ હિંસક થઈ ગયો. તેમણે બેરિકેડ્સ તોડી દીધા અને ત્યાં રહેલા પોલીસ કર્મચારીઓને કચેડવાનો પ્રયત્ન કર્યો. પોલીસ ભીડને હટાવવામાં સફળ રહી.

 

adv

Related News

post
post
post
post
post
post
post