• Home
  • News
  • રાશિદ T-20માં ત્રીજી હેટ્રીક લેનાર પાંચમો બોલર, બિગ બેશમાં આવું કરનાર પહેલો વિદેશી
post

રાશિદ પહેલા અમિત મિશ્રા, મોહમ્મદ શામી, એન્ડ્રૂ ટાઇ અને આન્દ્રે રસેલ T-20માં ત્રણ હેટ્રીક લઇ ચક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 11:24:32

અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન T-20માં ત્રીજી હેટ્રીક લેનાર પાંચમો બોલર બન્યો હતો. તેણે બિગ બેશ લીગમાં બુધવારે એડિલેડ સ્ટ્રાઇકર્સ અને સિડની સિક્સર્સ વચ્ચેની મેચમાં ઉપલબ્ધિ મેળવી હતી. રાશિદ લીગમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી રમી રહ્યો છે. તેણે 11મી ઓવરની છેલ્લા બે બોલમાં સિડનીના બેટ્સમેન જેમ્સ વિંસ અને જેક એડવર્ડ્સને આઉટ કર્યા. પછી 13મી ઓવરના પહેલા બોલમાં જોર્ડન સિલ્કને આઉટ કરીને હેટ્રીક પૂરી કરી. બિગ બેશ લીગના ટ્વિટર અકાઉન્ટ પર તેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

 

લેગ સ્પિનરે મેચમાં 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી. પરંતુ તેમ છતાંય તેમની ટીમ એડિલેડ હારી ગઇ હતી. સિડનીએ જીત માટેના 136 રનના લક્ષ્યને આઠ વિકેટ ગુમાવીને પૂરું કરી લીધું હતું. બિગ બેશ લીગમાં રાશિદની પહેલી હેટ્રીક છે. લીગમાં ઉપલબ્ધિ મેળવનાર તે પહેલો વિદેશી ખેલાડી બન્યો. પહેલા ચાર બોલર T20માં ત્રણ હેટ્રીક લઇ ચૂક્યા છે. તેમાં અમિત મિશ્રા(ભારત), મોહમ્મદ શામી(પાકિસ્તાન), એન્ડ્રૂ ટાઇ(ઓસ્ટ્રેલિયા), આન્દ્રે રસેલ(વેસ્ટ ઇન્ડિઝ) સામેલ છે. રાશિદે T20માં પહેલી હેટ્રીક 2017માં લીધી હતી.

2017માં ગુયાના એમેઝોન વિરુદ્ધ જમૈકા તલાવાઝ વચ્ચે થયેલા મુકાબલામાં એએમ મેકાર્થી, જેએ ફૂ અને આર પોવેલને આઉટ કર્યા હતા. 2019માં અફઘાનિસ્તાન વિરુદ્ધ આયરલેન્ડ વચ્ચેની મેચમાં કેઓ બ્રાયન, જીએચ ડોકરેલ, એસસી ગેટકે અને સિમી સિંહને આઉટ કર્યા હતા. જ્યારે 2020માં સિડની સિક્સર્સના જેએમ વિંસ, જે એડવર્ડ્સ અને જે સિલ્કને આઉટ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય T20માં આયરલેન્ડ સામે ચાર વિકેટ લીધી હતી. આવું કરનાર તે વિશ્વનો એકમાત્ર બોલર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post