• Home
  • News
  • વિકાસ રૂંધાયો:કારોનાને કારણે નાણાકીય કટોકટી, સરકારે બહાર પાડી ખાસ ગાઇડલાઇન્સ, આ વર્ષે માત્ર 1 કરોડ સુધીનાં જ કામો કરવા અપાઈ સૂચના
post

કેન્દ્રીય યોજનાનાં નાણાં કે લોનની રકમ આ વર્ષે મળવાની ના હોવાથી નવાં કામો કે નવી યોજનાઓ માટે ખાસ ગાઇડલાઇન્સ બહાર પડાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 12:06:30

કોરોનાને કારણે ગુજરાત સરકારના નાણાકીય અંદાજો પણ ખોરવાઈ ગયા છે. ખાસ કરીને બજેટલક્ષી કામો અને યોજનાઓ માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઈમાં પણ ધરખમ કાપ મૂકવામાં આવી રહ્યો છે, જેમાં એક કરોડથી પાંચ કરોડનાં કામોમાં માત્ર 50 ટકા રકમ અને પાંચ કરોડથી વધુ ખર્ચનાં કામોમાં 33.33 ટકા રકમ ફાળવવાની સૂચના નાણાં વિભાગ દ્વારા અન્ય વિભાગોને આપવામાં આવી છે.

કરકસર કરવા તમામ વિભાગોને આદેશ અપાયા
કોરોના સંક્રમણને કારણે વેરાની આવકમાં ઘટાડો થતાં સરકાર આર્થિક સંકટનો સામનો કરી રહી હોવાથી બજેટ ખોરવાઈ ગયું છે, જેને કારણે ગુજરાતની બજેટલક્ષી યોજનાનાં કામોમાં કરકસર જાળવવા રાજ્યના નાણાં વિભાગે આદેશ કર્યો છે. સરકારના તમામ વિભાગોને એક આદેશ કરી કહેવામાં આવ્યું છે કે નવી યોજનાઓ અથવા નવાં કામો હાથ પર લેતાં પહેલાં કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. એક કરોડ સુધીનાં અંદાજિત કામો વર્ષની અંદર પૂરાં કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. એક કરોડથી પાંચ કરોડનાં કામોમાં માત્ર 50 ટકા રકમ અને પાંચ કરોડથી વધુ ખર્ચનાં કામોમાં 33.33 ટકા રકમ ફાળવવાની સૂચના વિભાગોને આપવામાં આવી છે.

નાણાકીય વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરવા સૂચના
નાણાં વિભાગે એવું પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં લોનના હિસ્સાની રકમ આ વર્ષે મળવાની નથી, તેથી આવતા વર્ષમાં એ જોગવાઈ સૂચવવામાં આવે. નાણાં વિભાગે આ સાથે આગામી વર્ષ 2021-22ના વર્ષના અંદાજો તેમજ વર્તમાન નાણાકીય વર્ષના સુધારેલા અંદાજો તૈયાર કરવાની સચિવાલયના વિભાગોને સૂચના આપી છે, જેમાં આ પ્રમાણેની કરકસર કરવામાં આવી રહી છે.

અંદાજો ચાર તબક્કામાં મોકલવાના રહેશે
આ અંદાજો વિભાગોએ 15મી ઓક્ટોબરથી 16મી ડિસેમ્બર દરમિયાન ચાર તબક્કામાં નાણાં વિભાગને મોકલવાના રહેશે, જેમાં સ્થાયી ખર્ચના અંદાજ, 100 ટકા કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ, કેન્દ્રીય પુરસ્કૃત શેરિંગ પેટર્નની યોજનાઓ, રાજ્યની ચાલુ યોજનાઓ, સુધારેલા અંદાજ અને નવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post