• Home
  • News
  • ઇટાલીમાં પ્રવાસી આવે તે પહેલાં જ પૂર આવી ગયું
post

3 મહિના સુધી લૉકડાઉન બાદ અઠવાડિયા પહેલાં જ વેનિસ અનલૉક કરાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 09:36:14

વેનિસ: ઇટાલીના ખૂબસૂરત શહેર વેનિસમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. અઠવાડિયા પહેલાં જ શહેરને પર્યટકો માટે અનલૉક કરાયું હતું. પર્યટકો આવવાની હજુ શરૂઆત જ થઇ હતી ત્યાં વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી. કોરોનાના કારણે અહીંનાં પર્યટન સ્થળો અને હોટલો 3 મહિના બંધ રહ્યાં. તેનાથી અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. શહેર તેમાંથી બેઠું થવાની તૈયારી કરી રહ્યું હતું ત્યાં નવી સમસ્યા સર્જાઇ છે. ગયા અઠવાડિયે અહીં વરસાદથી પાણીનું સ્તર 3 ફૂટ વધી ગયું હતું. નહેરોના શહેરમાં જળસપાટી વધતાં જ પાણી ભરાઇ જાય છે, જેથી ચોથા ભાગનું શહેર પૂરની ઝપટમાં આવી ગયું.

ગયા વર્ષે 3 વખત પૂર આવ્યું હતું
2019
માં પણ વેનિસ પૂરના કારણે ઘણું પરેશાન રહ્યું હતું. નવેમ્બરમાં 2 વખત અને ડિસેમ્બરમાં એક વખત અહીંનાં મુખ્ય સ્થળોએ પાણી ભરાયાં હતાં. માંડ માંડ ચાલીને જઇ શકાય તેવા પુલ બનાવી પર્યટકોને હોટલોમાંથી બહાર કઢાયા હતા. યુરોપમાં વેનિસ પર્યટકોનું સૌથી મનપસંદ સ્થળ છે. અહીં દર વર્ષે અંદાજે 3 કરોડ લોકો ફરવા આવે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post