• Home
  • News
  • પહેલી વખત મુંબઈમાં અવાજથી કોરોના દર્દીઓની ઓળખ થશે, AI સોફ્ટવેરથી ઘરે બેઠા ટેસ્ટ કરાશે; 30 મિનિટમાં પરિણામ
post

BMCનો પ્રોજેક્ટ પાયલટ, મફતમાં 1000 લોકોની તપાસ, ડ્રાય સેમ્પલ પણ લેવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 12:13:47

મુંબઈ: દેશમાં પહેલી વખત અવાજથી કોરોનાનું પરીક્ષણ થવા જઈ રહ્યું છે. મુંબઈ મહાનગર પાલિકા(BMC) એક હજાર લોકો પર પાયલટ પ્રોજેક્ટ દ્વારા એપ આધારિત ટેકનીકથી કોરોનાના લક્ષણોની તપાસ કરશે. આ તપાસમાં અડધા કોરોના પોઝિટિવ દર્દી હશે અને અડધા કોરોનાના શંકાસ્પદ દર્દી. BMCના એડિશનલ કમિશનર સુરેશ કકાનીનું કહેવું છે કે ઈઝરાયલ અને અમેરિકામાં આ ટેકનીકથી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ મહિને શરૂ થનારો પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગળ પણ તેનો અમલ કરાશે. ટેસ્ટને અંજામ આપનારી વોકલિસ હેલ્થ અમેરિકન કંપની છે.


ભારતમાં પહેલાથી કામ કરી રહેલી કંપની ફાર્માસ્યુટિકલ અને IT બન્ને ક્ષેત્રમાં કાર્યરત છે. જે દર્દીઓનો કોરોના માટે અવાજનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, તેમનો RT-PCR(ડ્રાય સેમ્પલના પ્રોટેકિટ્વ ટ્યૂબમાં લીધેલા નમૂના)ટેસ્ટ પણ થશે. પછી બન્ને ટેસ્ટનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવામાં આવશે કે કયો ટેસ્ટ વધારો ચોક્કસ છે અને કયા ટેસ્ટમાં પરિણામ કેટલી ઝડપથી મળી રહે છે.

અમેરિકા અને ઈઝરાયલમાં પહેલાથી ટેસ્ટ થઈ રહ્યો છે
આ ટેસ્ટને પહેલા ઈઝરાયલ અને અમેરિકામાં કરવામાં આવી રહ્યો છે. આ કરવાની પાછળ BMCનો વિશ્વાસ માત્ર એટલો જ છે કે જો કોઈ કોરોના પોઝિટિવ છે, તો તેનો અવાજ બદલાઈ જાય છે. પાયલટ પ્રોજેક્ટ હેઠળ હાલ આ ટેસ્ટ મફતમાં કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટની ટેકનીક તૈયાર કરનારી કંપની વોકલિસ હેલ્શના સીઈઓ ટાલ વેન્ડ્રિઓનું કહેવું છે કે, કોરોના માટે આ સ્ક્રીનિંગ સમાધાન માત્ર સોફ્ટવેર આધારિત છે. જેની સર્વર અને ડેટા બેન્ડવિડ્થ ક્ષમતા એટલી છે કે આનાથી એક દિવસમાં ઘણા બધા ટેસ્ટ કરી શકાય છે, જેના નંબરની કોઈ સીમા નથી.

આવી રીતે ઉપયોગ થશે
આ સોફ્ટવેર સ્માર્ટફોન અથવા ટેબમાં ડાઉનલોડ કરવાનું રહેશે. તેમાં પોતાનો અવાજ રેકોર્ડ કરવાનો રહેશે અને 30 મિનિટમાં કોરોનાનું રિઝલ્ટ આવી જશે. સોફ્ટવેર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કામ કરશે અને ઘરે, ઓફિસમાં અથવા બહાર જતા પહેલા પોતાનો ટેસ્ટ કરી શકાય છે. આ ટેસ્ટ શરૂઆતના લક્ષણ દેખાવા પર કારગર સાબિત થાય છે. જેનો વિદેશોમાં 85% સુધી સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે.

ઘણા દેશ હેલ્થકેર ભારણ ઘટે એટલા માટે ટેકનીકનો ઉપયોગ કરી રહ્યા છે
વોકલિસના CEOએ કહ્યું કે, આ ટેકનીકનો પ્રયોગ કરનારા દેશોએ આ પ્રયોગ એટલા માટે કર્યો જેથી હેલ્થકેર સિસ્ટમ પર આવતા ભારણને ઘટાડી શકાય. મહારાષ્ટ્રમાં જે ઝડપથી કોરોનાના દર્દી વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખતા ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીનો ઈઝરાયલ, અમેરિકા, સહિત ઘણા યુરોપીયન દેશોની સરકાર સાથે ભાગીદારીમાં પ્રોજેક્ટ સફળ રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post