• Home
  • News
  • દેશમાં પહેલીવાર:બેંગ્લુરુમાં જુલાઈમાં સ્વસ્થ થયેલી 27 વર્ષીય મહિલાને ફરીવાર કોરોનાનો ચેપ લાગ્યો, રિ-ઇન્ફેક્શનનો આ પ્રથમ કેસ
post

અત્યાર સુધી દાવો કરવામાં આવતો હતો કે એક વખત કોરોના થયા બાદ ફરી થતો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 12:17:25

કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં બીજી વખત કોરોનાનો ચેપ થયાનો મામલો સામે આવ્યો છે. અહીં સ્વસ્થ થઈ ચૂકેલી એક મહિલાને ફરી કોરોનાનો ચેપ લાગ્યો હતો. બેંગ્લુરુમાં કોરોના રી-ઈન્ફેક્શનનો આ પ્રથમ મામલો છે. બેંગ્લુરુની ફોર્ટિસ હોસ્પિટલે જણાવ્યું હતું કે જુલાઈમાં 27 વર્ષીય એક મહિલાને કોરોના થયો હતો. સારવાર પછી નેગેટિવ થયા બાદ તેને રજા અપાઈ હતી. જોકે એક મહિના પછી તેમના શરીરમાં ફરીવાર કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાયો અને તે પોઝિટિવ આવ્યો.

રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ હોવાની શક્યતા
હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે કોરોનાનો ચેપ થયાના 2થી 3 સપ્તાહ પછી કોરોના એન્ટીબોડી પોઝિટિવ મળી આવે છે. જોકે આ દર્દીમાં પ્રતિકારક ક્ષમતા નેગેટિવ જણાઈ હતી. જેનો અર્થ એ થાય છે કે ચેપ થયા બાદ તેનામાં ઈમ્યૂનિટી વિકસિત થઈ નહોતી. વધુ એક શક્યતા એ છે કે એક મહિનાની અંદર મહિલાની રોગ પ્રતિકારક ક્ષમતા ખતમ થઈ ગઈ હતી અને તેના લીધે જ તેને ફરીવાર ચેપ લાગ્યો હતો.

ચીનમાં ફરીવાર ચેપનો દર 17 ટકા
બીજીબાજુ એચસીજી સેન્ટર ઓફ એકેડમિક રિસર્ચના એસોસિએટ્સ ડીન ડૉ.વિશાલ રાવે કહ્યું કે ચીનમાં થયેલા અભ્યાસમાં જાણ થઈ કે ત્યાં ફરીવાર ચેપનો દર 17 ટકા હતો. રાવે કહ્યું કે તાજેતરમાં એક દર્દીને થાઈરોઈડ કેન્સર થયો હતો. ચેપ લાગ્યા પછી તેમાં સોજો દેખાયો અને પછી દર્દીનો પીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જ્યારે અમે તેના ઓપરેશનની તૈયારી કરી તો તે ચેપગ્રસ્ત મળી આવ્યો હતો.

અત્યાર સુધીમાં ડોક્ટર તરફથી કહેવામાં આવતુ હતું કે એક વખત કોરોના થયા બાદ દર્દીનું શરીર એન્ટીબોડી બનાવી લે છે. ત્યારબાદ ફરી વખત કોરોના થવાની સંભાવના ઓછી રહે છે, જોકે બેંગ્લુરુમાં સામે આવેલા આ નવા કેસની સ્થિતિએ આ દાવાને ખોટો ઠરાવ્યો છે. હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેંગ્લુરુમાં 27 વર્ષની એક મહિલામાં ફરી વખત કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે. કોરોનાનો ફરી ચેપ લાગવાનો આ કેસની પ્રથમ વખત પૃષ્ટી થઈ છે. હોસ્પિટલ વહિવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ મહિલા જુલાઈ મહિનામાં કોરોના પોઝિટિવ આવી હતી અને સારવાર બાદ મહિલાનો ટેસ્ટ કરવામાં આવતા તે નેગેટિવ આવી હતી. ત્યારબાદ મહિલાને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે કે એક મહિના બાદ મહિલામાં ફરી વખત કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે અને ટેસ્ટ બાદ તે કોરોના પોઝિટિવ જણાઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post