• Home
  • News
  • કમાણી ઘટવા છતાં મેસી ટોપ પર, કમાણી વધ્યા પછી પણ રોનાલ્ડો બીજા નંબરે; કોરોના છતાં ટોપ-10 ફૂટબોલરોની કમાણી 11% વધી
post

928 કરોડ રૂપિયા કમાયા મેસીએ, ગયા વર્ષથી 7.3 કરોડ ઓછા 861 કરોડની કમાણી કરી રોનાલ્ડોએ, ગયા વર્ષથી 59 કરોડ વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 10:42:08

ફોર્બ્સે 2020ના સૌથી વધુ કમાણી કરનારા ફૂટબોલરોનું લીસ્ટ બહાર પાડ્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બાર્સિલોનાનો લિયોનેલ મેસી પ્રથમ, યુવેન્ટસનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બીજા અને પીએસજીનો નેમાર ત્રીજા નંબરે છે.

આર્જેન્ટીનાના ફૂટબોલર મેસીની કમાણી ગયા વર્ષ કરતાં 7.3 કરોડ ઘટી છે, તેમ છતાં તે ટોપ પર છે, જ્યારે પોર્ટુગલના રોનાલ્ડોએ ગયા વર્ષની સરખામણીએ 59 કરોડની વધુ કમાણી કરકી છે. તેમ છતાં તે મેસીને પાછળ રાખી શક્યો નથી. મેસીએ આ વર્ષે 126 મિલિયન ડોલર (લગભગ રૂ.928 કરોડ)ની કમાણી કરી છે. જેમાં સેલરીથી રૂ.677 કરોડ અને એન્ડોર્સમેન્ટના 250 કરોડ છે. રોનાલ્ડોએ રૂ.117 મિલિયન ડોલર (રૂ.861 કરોડ)ની કમાણી કરી છે.


નેમારને 66 કરોડનું નુકસાન

પીએસજીના નેમારને પણ કમાણીમાં નુકસાન થયું છે. તેણે આ વખતે રૂ. 707 કરોડની કમાણી કરી છે. જે ગયા વખતથી રૂ. 66 કરોડ ઓછા છે. ગયા વર્ષે 7મા નંબરે રહેલો એમબાપે રૂ.309 કરોડની કમાણી સાથે ચોથા નંબરે છે. પાંચમા ક્રમે લિવરપુલનો મોહમ્મદ સાલેહ છે.

adv

Related News

post
post
post
post
post
post
post