• Home
  • News
  • પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માર્ક ટેલરે કહ્યું, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આ આઇકોનિક મેચ દર્શકો વગર સારી નહિ લાગે
post

ભારતીય ટીમ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયના પ્રવાસે 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 11:58:47

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માર્ક ટેલરે કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોક્સિંગ-ડે ટેસ્ટ એક આઇકોનિક મેચ હશે. તે પ્રેક્ષકો વિના રમાશે તો સારું નહિ લાગે. જોકે, આ પહેલા, વડા પ્રધાન સ્કોટ મોરિસને 25% દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી આપી ચૂક્યા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઓક્ટોબરમાં ભારત ત્રણ T-20 મેચ રમશે. આ પછી T-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી થશે. ત્યારબાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં જ 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમવાની છે. તેની શરૂઆત 3 ડિસેમ્બરે બ્રિસ્બેન ટેસ્ટથી થશે. બોક્સિંગ-ડે 26 ડિસેમ્બરે મેલબોર્નમાં અને ત્યારબાદ 3 જાન્યુઆરીએ સિડનીમાં ન્યૂ યર ટેસ્ટ રમવામાં આવશે.

પર્થ અથવા એડિલેડમાં થવી જોઈએ ટેસ્ટ
ટેલરે એક ન્યૂઝ ચેનલને કહ્યું, "તમે સમજી શકો છો કે ક્રિસમસ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં શું પરિસ્થિતિ હશે." આવી સ્થિતિમાં, મેલબોર્નનું એમસીજી સ્ટેડિયમ ફક્ત 10 કે 20 હજાર દર્શકો જ હોસ્ટ કરી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો વચ્ચેની મોટી મેચ માટે આ ખૂબ જ ઓછી સંખ્યા છે. તમે પર્થમાં ઓપ્ટસ સ્ટેડિયમ અથવા એડિલેડના ઓવલમાં સંપૂર્ણ ચાહકો સાથે મેચ કરાવી શકો છો. એડિલેડમાં, લોકો ભારતીયોને રમતા જોવાનું પણ પસંદ કરે છે. "

ટિમ પેન પણ પેકડ સ્ટેડિયમમાં બોક્સિંગ ડે ટેસ્ટ રમવા માગે છે
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને પણ કહ્યું છે કે બોક્સિંગ ડે ટેસ્ટ દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં થવી જોઈએ. ટીમને પણ એવું જ જોઈએ છે. ટિમ પેનને લાગે છે કે વિક્ટોરિયા રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, મેલબોર્નમાં 26 ડિસેમ્બરના રોજ બોક્સિંગ ડે ટેસ્ટને પર્થમાં શિફ્ટ કરી શકાય છે.

શિફ્ટ થવા પર ઓપ્ટસ સ્ટેડિયમમાં થઈ શકે છે બોક્સિંગ ડે ટેસ્ટ
વડા પ્રધાનની મંજૂરી હોવા છતાં, તે સરકાર પર નિર્ભર રહેશે કે તેઓ ખાલી સ્ટેડિયમમાં બોક્સિંગ ડે ટેસ્ટ કરાવે છે કે દર્શકોને મંજૂરી આપે છે. જો આ બોક્સિંગ-ડે ટેસ્ટને પર્થમાં શિફ્ટ કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા બોર્ડ તેને ઓપ્ટસ સ્ટેડિયમ ખાતેના પૂરા પ્રેક્ષકો સાથે કરાવી શકે છે. આ સ્ટેડિયમની ક્ષમતા 60 હજાર દર્શકોની છે. અહેવાલો અનુસાર, આ મેચ પ્રેક્ષકો વગર મેલબોર્નમાં યોજાનાર છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post