• Home
  • News
  • ભગવાન રામને નેપાળના કહેવા અંગે પૂર્વ PMનો કટાક્ષ: આદિ કવિ ઓલી દ્વારા રચિત કળયુગની નવી રામાયણ
post

નેપાળના PMના પૂર્વ મીડિયા સલાહકાર અને પ્રોફેસર કુંદન આર્યલે કહ્યું- શું ઓલી ભારતની ન્યૂઝ ચેનલો સાથે સ્પર્ધા કરી રહ્યા છે ?

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 09:44:38

કાઠમાંડૂ: નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સોમવારે દાવો કર્યો હતો કે અયોધ્યા ભારતમાં નથી પરંતુ બીરગંજમાં સ્થિત એક નાનું ગામ છે. તેમણે ભગવાન રામને નેપાળના કહ્યા હતા. આ નિવેદન બાદ ઓલી તેમના દેશમાં જ ઘેરાઇ ગયા છે. નેપાળના પૂર્વ વડાપ્રધાન બાબૂરામ ભટ્ટારાઇએ ટ્વિટ કર્યું- આદિ કવિ ઓલી દ્વારા રચિત કળયુગની નવી રામાયણ સાંભળો, સીધી વૈકુંઠ ધામની યાત્રા કરો. 

નેપાળના PMના પૂર્વ મીડિયા સલાહકાર અને પ્રોફેસર કુંદન આર્યલે કહ્યું- શું ઓલી ભારતની ન્યૂઝ ચેનલો સાથે સ્પર્ધા કરી રહ્યા છે ?

નેપાળના વરિષ્ઠ પત્રકાર અમિત ઢકાલે કટાક્ષમાં કહ્યું- શ્રીલંકાનો ટાપુ નેપાળના કોશીમાં છે. તેની પાસે જ હનુમાન નગર પણ છે જેનું નિર્માણ વાનરસેનાએ પુલ બનાવવા માટે કર્યું હશે. 

નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાન કમલ થાપાએ ટ્વિટ કર્યું- કોઇ પણ વડાપ્રધાનને આ પ્રકારનું આધારહીન અને અપ્રમાણિત નિવેદન ન આપવું જોઇએ. એવું લાગે છે કે ઓલી ભારત અને નેપાળના સંબંધો વધુ ખરાબ કરવા માગે છે. તેમને તણાવ દૂર કરવા માટે કામ કરવું જોઇએ. 

ભારતમાં પણ વિરોધ
ઓલીના નિવેદનથી અયોધ્યાના સંતો નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે નેપાળના વડાપ્રધાને ચીનના દબાણમાં આ નિવેદન આપ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે કહ્યું કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં સરયૂ નદીના કિનારે થયો હતો. સીતાજી નેપાળના હતા તે સાચી વાત છે પરંતુ ભગવાન રામ નેપાળના છે તે દાવો ખોટો છે. 

ઓલી માનસિક સંતુલન ગુમાવી બેઠા છે: અભિષેક મનુ સિંઘવી
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટ કર્યું- નેપાળના પીએમ ઓલી તેમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. તેઓ કઠપૂતળીની જેમ ચીનની લાઇનો બોલી રહ્યા છે. તેઓ જે કહે છે તેવું નેપાળ તરફથી પહેલા ક્યારેય કહેવામા આવ્યું નથી. નેપાળથી અયોધ્યા સેંકડો કિમી દૂર છે પણ તેઓ તેને તેમનો ભાગ ગણાવી રહ્યા છે. 

ટ્વિટર યુઝર્સે મજાક ઉડાવી
એક યૂઝરે લખ્યું- ઓલી એક દિવસ ટ્વીટ કરશે કે ન્યૂયોર્ક અમેરિકામાં નથી, નેપાળમાં છે. અસલી ઓસ્ટ્રેલિયા પણ નેપાળમાં જ છે. અસલી પેરિસ, ટોક્યો, લંડન, બર્લિન, લાસ વેગાસ અને ઇસ્લામાબાદ બધુ નેપાળમાં જ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post