• Home
  • News
  • પૂર્વ સોલિસિટર જનરલ સાલ્વેના નિવેદન બાદ પાકિસ્તાને સ્પષ્ટતા કરી- ICJના નિયમોનું પૂર્ણ પાલન કર્યું
post

ભારતના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે પાકિસ્તાને ICJના કોઇ પણ આદેશનું પાલન કર્યું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 08:50:42

ઈસ્લામાબાદ: પાકિસ્તાને રવિવારે કહ્યું કે તેણે કુલભૂષણ જાધવ કેસમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિયમોનું પૂર્ણ રીતે પાલન કર્યું છે. ભારત તરફથી આ કેસમાં વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે પાકિસ્તાને ICJના આદેશનું પાલન નથી કર્યું. આ નિવેદન બાદ પાકિસ્તાન તરફથી આ નિવેદન આવ્યું છે. સાલ્વેએ કહ્યું હતું કે પાકિસ્તાને આ વિષય પર કોઇ પગલું ભર્યું નથી. અમને FIR અને ચાર્જશીટની કોપી પણ આપવામાં આવી નથી. વારંવાર કહેવા છતાય પાકિસ્તાન તરફથી કોઇ પુરાવા નથી અપાયા. તેથી અમે વિચાર કરી રહ્યા છીએ કે અમને ફરી ICJ જવું જોઇએ કે નહીં. 

લંડનથી ઓનલાઇન વાતચીતમાં સાલ્વેએ કહ્યું- અમને આશા હતી કે પાકિસ્તાન સાથે બેકડોર વાતચીત કરીને અમે તેમને મનાવી લઇશું. અમે તેમને માનવીય આધાર પર જાધવને મુક્ત કરવાની વાત કરતા હતા. પરંતુ એવું થયું નહીં. તેમણે કુલભૂષણનો મામલો તેમની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી લીધો છે. 

સાલ્વેના નિવેદન બાદ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા આઇશા ફારૂકીએ કહ્યું કે ભારતના વકીલના નિવેદન પર ઈસ્લામાબાદે વિચાર કર્યો છે. અમે ભારતના વકીલના એ નિરાધાર નિવેદનને ફગાવીએ છીએ જેમાં કહ્યું છે કે પાકિસ્તાને ICJના નિર્ણયનું પાલન નથી કર્યું. પાકિસ્તાને સંપૂર્ણ પાલન કર્યું છે અને જેમ જેમ કેસ આગળ વધશે તેમ પાલન કરતા રહીશું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post