• Home
  • News
  • વિદેશની આ મશહૂર મહિલા સુપરકાર રેસર બની ગઈ એડલ્ટ સ્ટાર, હવે કરે છે અધધધ કમાણી
post

પૂર્વ V8 સુપરકાર ડ્રાઈવરનો દાવો છે કે તે હવે એક અઠવાડિયામાં જ 19 લાખ રૂપિયા કમાઈ લે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 09:05:29

ઓસ્ટ્રેલિયાની પહેલી ફૂલટાઈમ મહિલા સુપરકાર્સ ડ્રાઈવર રેની ગ્રૈસ એડલ્ટ સ્ટાર બનવા માટે રેસિંગ છોડી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની આ પૂર્વ V8 સુપરકાર ડ્રાઈવરનો દાવો છે કે તે હવે એક અઠવાડિયામાં જ 19 લાખ રૂપિયા કમાઈ લે છે. ગ્રૈસી 2009માં પહેલી વખત ફૂલટાઈમ સુપરકાર રેસર બની હતી. 2015 સુધી તેનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું હતું.

 જો કે, 2017માં તેનું પરિણામ સતત ખરાબ આવી રહ્યું હતું. જેને કારણે તેને સ્પોન્સર મળવાનું બંધ થઈ ગયા. અને તેનું સ્થાન અન્ય ડ્રાઈવરોએ લઈ લીધું. તે પોતાનું ગુજરાન ચલાવવા માટે કાર ગેરેજમાં કામ કરવા લાગી હતી. જો કે, થોડા દિવસોમાં રેનીને સમજાયું કે, આવું બહું દિવસો સુધી ચાલશે નહીં. અને તેની આર્થિક સ્થિતિમાં કોઈ ફરક પડી રહ્યો ન હતો. જે બાદ તેણે પૈસા કમાવવાની નવી રીત શોધી કાઢી હતી.

ગ્રૈસી દેખાવમાં ખુબ જ આકર્ષક છે. તેણે એક વેબસાઈટનો સહારો લીધો હતો. ગ્રૈસીએ વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવી તેના પર પોતાની ન્યુડ તસવીરો અને વીડિયો વેચવા લાગી. શરૂઆતમાં જ તેને એક અઠવાડિયામાં 2.26 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. જે બાદ તેના સબ્સ્ક્રાઈબર્સ વધવા લાગ્યા અને તેની કમાણીમાં પણ સતત વધારો થવા લાગ્યો હતો.

રેની કહે છે કે, વેબસાઈટને કારણે તેને એટલી કમાણી થઈ કે જેટલી તે રેસિંગ કેરિયરમાં ક્યારેય પણ કમાઈ શકી હોત. તેણે 30 વર્ષ માટે હોમ લોન લીધી હતી. જેને તે ફક્ત 12 મહિનામાં જ ચૂકવી દીધી હતી. મેં ક્યારેય સપનાંમાં પણ વિચાર્યું ન હતું તેટલી કમાણી હાલ હું કરી રહી છું.

adv

Related News

post
post
post
post
post
post
post