• Home
  • News
  • સુશાંતના પાવના ફાર્મહાઉસમાંથી નવી ડાયરી મળી; સ્મોકિંગ છોડવું, કૈલાશ જવું, ગિટાર શીખવાની વાત, કબીરના દોહા ને મોમિનના શેર અંગે લખેલું છે
post

મુંબઈ સ્થિત બાંદ્રા ફ્લેટમાં પણ ડાયરી મળી હતી, 15 પાનાંમાં 'કેદારનાથ' તથા ફ્યૂચર પ્લાન્સનો ઉલ્લેખ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 10:32:38

સુશાંત સિંહ રાજપૂતના પાવના ફાર્મહાઉસમાંથી ડાયરીના કેટલાંક પાનાં મળ્યા છે અને કેસને નવી દિશા આપી છે. આ ડાયરી એપ્રિલ, 2018માં લખવામાં આવી હતી. એક પાનાંમાં સુશાંતે પોતાના રોજિંદા રૂટીન અંગે લખ્યું છે. 27 એપ્રિલની એક નોટમાં સુશાંતે લખ્યું હતું કે રાતે અઢી વાગે ઊઠવાનું છે, સુપરમેન ચા તથા કોલ્ડ શૉવર લેવાનું છે.

સુશાંત સ્મોકિંગ છોડવાનો હતો
ઈન્ડિયા ટૂડેના અહેવાલ પ્રમાણે, આ પાનાંમાં પણ જે લખ્યું હતું, તેના પરથી ખ્યાલ આવ્યો તે કોઈ જ્યોતિષની નજીક હતો. એક પોઈન્ટ તો સ્પષ્ટ છે કે તે સ્મોકિંગ છોડવાનો હતો. આ લિસ્ટમાં તેણે 28 એપ્રિલના રોજ 'કેદારનાથ'ની સ્ક્રિપ્ટ વાંચવાની વાત લખી છે. એટલે કે સુશાંત 2018માં સ્મોકિંગ છોડવાની તૈયારીમાં હતો. આ લિસ્ટમાં સુશાંતે ડેલી રૂટીનના 16 પોઈન્ટ લખ્યા છે.

ક્રિતિનો ઉલ્લેખ, રિયાનું નામ પણ નહીં
આ નોટમાં સુશાંતે ક્રિતિની સાથે સમય પસાર કરવાની વાત લખી હતી. 'રાબ્તા'ની આ જોડી રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી. વધુમાં સુશાંતે પોતાની બહેન પ્રિયંકા તથા જીજાજી મહેશ સાથે એક ટૂર પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, આ નોટમાં રિયાનાં નામનો ઉલ્લેખ નહોતો. ઉલ્લેખનીય છે કે રિયા તથા સુશાંતની મુલાકાત 2019માં થઈ હતી.

જટીલ લખાણના સરળ શબ્દો
કોઈ યોગ્ય જવાબ નથી. કેટલાંક સારા સવાલ છે. મુશ્કેલીઓને ઉકેલ કેવી રીતે કરવાનો છે. આનંદ જ કેમ છે? આ પાનાંમાં અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાંક શબ્દો જેવા કે અનુભવ, વિશ્વેલષણ, આનંદ, સાહસ, પ્રતિભા અને પવિત્રતા લખેલા છે. ત્યારબાદ એક પાનું હિંદીમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post