• Home
  • News
  • સુશાંત કેસમાં CBI તપાસનો ચોથો દિવસ:CBIએ કૂપર હોસ્પિટલના ડોક્ટરોને પ્રશ્ન કર્યો- ઓટોપ્સી રિપોર્ટમાં મૃત્યુનો સમય શા માટે નથી;એઈમ્સની ફોરેન્સિક ટીમ ઓટોપ્સી વીડિયોની તપાસ કરશે
post

સુશાંતના મૃતદેહને ફંદા પરથી ઉતારવા અંગેના ફ્લેટમેટ, કુક અને હેલ્પરના નિવેદનો વિરોધાભાસી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-25 12:27:22

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી CBI આજે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી શકે છે. આ દરમિયાન સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, રિયા CBI તપાસમાં સહયોગ નહીં કરે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

તો બીજીબાજુ CBIની ટીમ વોટરસ્ટોન રિસોર્ટ પહોંચી હતી. ડિપ્રેશન વખતે સુશાંત આ રિસોર્ટમાં રોકાયા હતા. અહીંયાથી ઘણા ડોક્યુમેન્ટ લીધા છે. સુશાંતના ખાતામાંથી થયેલી નાણાકીય લેવડ દેવડની કડી જોડવા માટે CBIની એક ટીમ EDના સંપર્કમાં પણ છે. તો આ તરફ CBIએ સુશાંતના ફ્લેટમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણી અને કુક નીરજ સિંહની પણ પૂછપરછ કરી. સુશાંતના CA રજત મેવાતીની પણ પૂછપરછ કરાઈ છે.

કૂપર હોસ્પિટલે સપ્લીમેન્ટ્રી રિપોર્ટ જારી કર્યો, મૃત્યુનો સમય જણાવ્યો

આ ઉપરાંત એક ટીમ કૂપર હોસ્પિટલ પણ ગઈ હતી, જ્યાં સુશાંતની ઓટોપ્સી કરવામાં આવી હતી. ટીમે ઓટોપ્સી કરનારા ડોક્ટરોને પ્રશ્ન કર્યો હતો અને પૂછ્યુ હતું કે આ રિપોર્ટમાં મૃત્યુનો સમય શાં માટે દર્શાવવામાં આવ્યો નથી. કૂપર હોસ્પિટલમાં 15 જૂનના રોજ સુશાંતની ઓટોપ્સી કરવામાં આવી હતી. જોકે, આજે જ હોસ્પિટલે સપ્લીમેન્ટ્રી પોસ્ટમોર્ટમ રિપોર્ટ જારી કર્યો છે, જેમાં મૃત્યુનો સમય પોર્ટમોર્ટમથી 10-12 કલાક અગાઉનો દર્શાવ્યો છે.

એઈમ્સનું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ઓટોપ્સીને લગતા વીડિયોની તપાસ કરશે
એઈમ્સના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના 5 લોકોની એક ટીમ રચવામાં આવી છે, જે પોસ્ટમોર્ટમ રિપોર્ટનો અભ્યાસ કરશે. આ ઉપરાંત ઓટોપ્સી રિપોર્ટને લગતા વીડિયો પણ CBIની ટીમને સોંપવામાં આવ્યા છે તેની પણ તપાસ કરશે.

CBI આજે રિયાની પણ પૂછપરછ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે, રિયા અને તેમના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને CBIએ સમન્સ મોકલ્યું છે. તો આ તરફ રિયાના વકીલ સતીશ માનશિંદેનો દાવો છે કે તેમની ક્લાઈન્ટને સમન નથી મળ્યું, જેવું મળશે તપાસમાં સહયોગ કરશે.CBI 10 પોઈન્ટ પર સવાલ-જવાબ કરી શકે છે

·         સુશાંત સાથે મુલાકાત કેવી રીતે થઈ અને સંબંધ આગળ કેવી રીતે વધ્યો? શું તમે બન્ને લગ્ન કરવાના હતા?

·         8 જૂને એવું તો શું થયુ કે તમારે સુશાંતનું ઘર છોડવું પડ્યું અને તેમના નંબરને પણ બ્લોક કરવો પડ્યો?

·         સુશાંતના પરિવાર સાથે તમારા સંબંધ કેવા હતા, તેમણે જે આરોપ લગાવ્યા છે, તેના વિશે શું કહેશો?

·         સુશાંત સાથે છેલ્લી વાતચીત શું થઈ હતી, શું તમને લાગે છે કે સુશાંત આપઘાત જેવું પગલું ભરી શકે છે?

·         સુશાંતની કંપનીઓમાં તમારી શું ભાગીદારી હતી અને તમારો રોલ કેવો હતો? શું કંપનીના તમામ નિર્ણયો તમે લેતા હતા?

·         સુશાંતના ઘર, તેના એકાઉન્ટ અને ઘરે કામ કરતા લોકો પર તમારું કંટ્રોલ હતું?

·         યુરોપ ટ્રિપ પર શું થયું હતું? સિદ્ધાર્થ અને નીરજે જણાવ્યું કે, ત્યાંથી આવ્યા પછી સુશાંત પરેશાન જોવા મળતા હતા.

·         ફિલ્મોમાંથી કરેલી કમાણી અને તેમના ખર્ચ અંગે પણ સવાલ કરવાના અણસાર છે.

10 કોલ ડિટેલ્સ સામે રાખીને રિયાની પૂછપરછ કરી શકે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે CBI અધિકારીઓ 8 જૂનથી 14 જૂન સુધીની આખી ઘટનાની તપાસ કરી રહ્યા છે. તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સુશાંતની માનસિક સ્થિતિ કેવી હતી, ખાસ કરીને રિયા સાથેની છેલ્લી મુલાકાત પછી. CBI એ પણ તપાસ કરશે કે રિયાના ગયા પછી સુશાંતે કોણી કોણી સાથે વાત કરી અને 12 જૂન સુધી બહેન સાથે રહ્યા હતા ત્યારે તેમનું વર્તન કેવું હતું?

પિઠાણી, નીરજ અને દીપેશના નિવેદનો વિરોધાભાસી
CBI
એ રવિવારે સતત બીજા દિવસે સુશાંતના ફ્લેટ પર જઈને 14 જૂનનો સીન રિ-ક્રીએટ કર્યો. CBIની ટીમ ત્યાં 3 કલાક સુધી રોકાઈ. તપાસ એજન્સી સુશાંતના ફ્લેટમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણી, કુક નીરજ સિંહ અને હેલ્પર દીપેશ સાવંતને પણ સાથે લઈને ગઈ હતી. આ પહેલા ત્રણેયને અલગ અલગ બેસાડીને અને પછી સાથે બેસાડીને સવાલો કરવામાં આવ્યા હતા. ત્રણેયના નિવેદનો અલગ અલગ આવવાથી CBIની ટીમ ત્રણેયને સુશાંતના ફ્લેટ પર લઈ ગઈ હતી.

·         સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણેયે બેડ અને પંખાની ઊંચાઈ અંગે અલગ અલગ નિવેદન આપ્યા

·         સુશાંતની લાશ નીચે કેવી રીતે ઉતારવામાં આવી, આ અંગે નીરજનો જવાબ અન્ય બે લોકો કરતા અલગ હતો.

·         નીરજે એવું પણ કહ્યું કે, 13 જૂનની રાતે સુશાંતને એક ખાસ સિગરેટ નહોતી મળી.

·         દીપેશ, જે રિયાનો સૌથી અંગત ગણાતો હતો, તે CBIને ગોળ ગોળ ફેરવી રહ્યો છે.

·         સિદ્ધાર્થ અને નીરજે ક્રાઈમ સીન સીક્વન્સ અંગે પુછાયેલા સવાલોના અલગ અલગ જવાબ આપ્યા.

·         13 અને 14 જૂનની ઘટનાઓ અંગે સિદ્ધાર્થ અને નીરજે અલગ અલગ માહિતી આપી.

·         8 જૂનની રાતે સુશાંત અને રિયા વચ્ચે શું થયું હતું? આ અંગે પણ સિદ્ધાર્થનું નિવદેન અલગ હતું.

સુશાંતના ફ્લેટ માલિક સાથે જ આજે પૂછપરછ થઈ શકે છે
CBI
ની ટીમે સુશાંતના ફ્લેટ માલિક સંજય લાલવાનીની રવિવારે પૂછપરછ કરી હતી. તેમની પાસેથી રેન્ટ એગ્રીમેન્ટની કોપી લઈને અન્ય બીજી માહિતી પણ માંગી છે. એટલા માટે આજે ફરી પુછપરછ કરવામાં આવી શકે છે. બાંદ્રાના મોન્ટ બ્લેન્ક અપાર્ટમેન્ટના છઠ્ઠા અને સાતમા ફ્લોરના 4 ફ્લેટ્સને સુશાંતે 3 વર્ષની લીઝ પર લીધા હતા. દર મહિનાનું ભાડુ 4.50 લાખ રૂપિયા હતું. દર વર્ષે 10% ભાડુ વધારવાનું પણ એગ્રીમેન્ટ હતું. 9 ડિસેમ્બર 2019ના રોજ આ ડુપ્લેક્સ ફ્લેટ લીઝ પર લીધો હતો જે 2022 સુધી લીધેલો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post