• Home
  • News
  • જીત મેળવવામાં ફાંફા પડી ગયા: અંતિમ ઓવરમાં 2 રન કરવામાં ગેલ અને રાહુલને પરસેવો વળી ગયો
post

સીઝનમાં સતત 5 હાર પછી પંજાબ બીજી મેચ જીત્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 09:17:37

આઈપીએલની સીઝન-13ની 31મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વિરૂદ્ધ 8 વિકેટથી જીત મેળવી છે. શારજહાંમાં આરસીબીએ 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ક્રિસ ગેલ (53) અને લોકેશ રાહુલ (61)19મી ઓવર સુધીમાં મેચ આસાન બનાવી દીધી હતી. બંનેએ બીજી વિકેટ માટે 93 રનની પાર્ટનરશિપ કરી, પરંતુ છેલ્લી ઓવરમાં બંનેને માત્ર 2 રન કરવામાં પરસેવો વળી ગયો હતો.

સીઝનમાં સતત 5 હાર પછી પંજાબ બીજી મેચ જીત્યું છે. આટલા લાંબા બ્રેક પછી કિંગ્સ ઈલેવન ફ્રેન્ચાઈઝીની માલકિન પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર ખુશી જોવા મળી. છેલ્લી ઓવરના લાસ્ટ બોલ પર જીત માટે એક રન કરવાનો હતો. ત્યારે પ્રીતિ ઘણી જ ટેન્શનમાં જોવા મળી, પરંતુ નિકોલસ પૂરને છગ્ગો લગાવતા જ તે ખુશીથી ઝુમી ઊઠી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post