• Home
  • News
  • વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સવેલે રચ્યો ઈતિહાસ, બન્યો સૌથી ફાસ્ટ સદી ફટકારનાર ખેલાડી, નેધરલેન્ડને આપ્યો 400 રનનો ટાર્ગેટ
post

ગ્લેન મેક્સવેલની વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ સદી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-25 19:22:22

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 24મી મેચ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટ પર 399 રન બનાવ્યા. નેધરલેન્ડને જીત માટે 400 રનનો મોટો ટાર્ગેટ આપ્યો.

વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર ખેલાડી

  • 40 - ગ્લેન મેક્સવેલ - 2023 (દિલ્હી)
  • 49 - એડેન માર્કરામ - 2023 (દિલ્હી)
  • 50 - કેવિન ઑ'બ્રાયન - 2011 (બેંગાલુરુ)
  • 51 - ગ્લેન મેક્સવેલ - 2015 (સિડની)
  • 52 - એબી ડિવિલિયર્સ - 2015 (સિડની)

ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell Hundred) રચ્યો મોટો ઈતિહાસ

આ મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે મોટો ઈતિહાસ રચી દીધો છે. તેમણે વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી ફાસ્ટ સદી ફટકારી દીધી છે. તેમણે 40 બોલમાં સદી બનાવી. છઠ્ઠા નંબર પર ઉતરેલા મેક્સવેલે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા લગાવીને 106 રનની ઈનિંગ રમી. મેક્સવેલે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડેન માર્કરામનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 49 બોલમાં સદી ફટકારી. માર્કરામે આ સદી હાલની વર્લ્ડકપમાં શ્રીલંકા સામે બનાવી હતી.

ADVERTISEMENT

adv

Related News

post
post
post
post
post
post
post