• Home
  • News
  • તાન્ઝાનિયામાં ચાઈનીઝ ટેસ્ટિંગ કિટથી બકરી-ફળો પણ કોરોના પોઝિટિવ, રાષ્ટ્રપતિએ સેનાને આદેશ કર્યો- કિટની તપાસ કરો
post

પૂર્વ આફ્રિકી દેશ કોરોનાથી બેહાલ, વિપક્ષનો આરોપ-સરકાર સંક્રમણના કેસો છુપાવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 09:00:06

ડોડોમા: કોરોના વાઇરસથી બેહાલ પૂર્વ આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં બકરી અને એક ખાસ ફળ પોર્પો પણ કોરોના પોઝિટિવ જણાયા! તેમના સેમ્પલ ચીનમાં બનેલી ટેસ્ટિંગ કિટથી તપાસવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા પછી રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ આ રિઝલ્ટને ફગાવી દેતા કહ્યું છે કે ટેસ્ટ કિટ બરાબર નથી અને તેની તપાસ થવી જોઇએ. વાસ્તવમાં લેબને જણાવ્યું નહતું કે આ સેમ્પલ ફળ, ઢોર-બકરીના છે. આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ખુલાસો થયો. નોંધનીય છે કે તાન્ઝાનિયામાં રવિવાર સુધી કોરોના વાઇરસ સંક્રમણના 480 કેસ મળી આવ્યા છે. જ્યારે અત્યાર સુધી 16 મોત થયા છે. રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ કહ્યું કે અમારે ત્યાં ચીનથી કોરોના વાઇરસની ટેસ્ટ કિટ આવી છે, જેમાં ગોટાળા છે. તેમણે કહ્યું કેઆવું કેમ થઇ શકે કે પોર્પો ફળ અને બકરી પણ કોરોના પોઝિટિવ નીકળે’.રાષ્ટ્રપતિએ આ અંગે સેનાને કહ્યું કે ટેસ્ટ કિટની તપાસ કરે. કારણ કે તપાસ કરનારાઓએ માણસો સિવાય પણ સેમ્પલ લીધા હતા.


જ્યારે તાન્ઝાનિયાના વિપક્ષે સરકાર પર સંક્રમણના નવા કેસો અને મોતના આંકડા છુપાવવાનો આરોપ મૂક્યો છે. વિપક્ષોનું કહેવું છે કે એવું સરકારે વાઇરસના મામલા દબાવવા માટે કર્યું છે. અહીં અન્ય દેશોની જેમ કડક પ્રતિબંધ અને લોકડાઉન લાગુ કરાયું નથી. વાસ્તવમાં હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં શબોને ચૂપચાપ દફનાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ એવી ચર્ચા થઇ રહી છે કે સરકાર કોરોના અંગેની માહિતી છુપાવી રહી છે.


મડાગાસ્કરથી હર્બલ દવા આવશે, મેં પ્લેન મોકલ્યું છે: મુગાફલી
રાષ્ટ્રપતિ માગુફુલીએ એ પણ કહ્યું છે કે તેમણે મડાગાસ્કરથી કોવિડ-19ની હર્બલ દવા કોવિડ ઓર્ગેનિક્સમંગાવી છે. તેના માટે એક વિમાન પણ મોકલ્યું છે. નોંધનીય છે કે કોવિડ ઓર્ગેનિક્સને માલાગાસી ઇન્સ્ટિટ્યૂટ ફોર એપ્લાઇડ રિસર્ચે આર્તેમિસિયાના પ્લાન્ટમાં તૈયાર કરી છે. જો કે અત્યાર સુધી તેનું લેબ ટેસ્ટિંગ થયું નથી. મડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રે રાજોલિનાએ તાજેતરમાં કહ્યું હતું કે આ દવાથી કોવિડ-19ના ઘણા દર્દી સાજા થયા છે અને જે બાળકો સ્કૂલે પાછા ફરી રહ્યા છે, તેમને આ દવા ફરજિયાતપણે અપાશે.

adv

Related News

post
post
post
post
post
post
post