• Home
  • News
  • સોનાની માગ 50% સુધી ઘટી શકે, 1991 બાદ સૌથી નીચલું સ્તર હશે
post

સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે ઘણા તહેવારો અને લગ્નોમાં સોનાની ખરીદી પર અસર પડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 09:29:28

મુંબઇ: ભારતમાં સોનાની ખરીદી 2020માં ગત વર્ષની તુલનાએ 50 ટકા સુધી ઘટી શકે છે. જો એવું થશે તો તે ત્રણ દાયકામાં સૌથી નીચલા સ્તરે આવી જશે. કોરોના વાઇરસ મહામારી અને દેશભરમાં અમલી લૉકડાઉન તેના માટેનું સૌથી મોટું કારણ છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે ઘણા તહેવારો અને લગ્નોમાં સોનાની ખરીદી પર અસર પડી છે.


2019
માં સોનાની ખરીદી 690.4 ટન હતી
ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના ચેરમેન એન. અનંત પદ્મનાભને કહ્યું કે અમે સોનામાં આવો કડાકો ક્યારેય જોયો નથી. ભારતમાં 2020માં સોનાની ડિમાન્ડ 350થી 400 ટન રહી શકે,જે 1991 બાદનું ન્યૂનતમ સ્તર હશે. 2019માં સોનાની ખરીદી 690.4 ટન હતી. ઉનાળામાં લગ્નની સિઝન હોય છે, પરંતુ આ વખતે કોરોના અને લૉકડાઉનને કારણે લગ્નો મોકૂફ રહ્યાં છે તેથી સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે.


તો વેપાર ખાધ ઘટશે અને રૂપિયો મજબૂત થશે 
ભારત વિશ્વમાં સોનાનું સૌથી મોટું ખરીદાર છે અને અહીં ડિમાન્ડ ઘટે છે તો તેનાથી સોનાના વૈશ્વિક ભાવોમાં ઘટાડો થવાની આશંકા છે. આ મહિનાની પ્રારંભમાં ગ્લોબલ ગોલ્ડ પ્રાઇઝ 7 વર્ષના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી હતી. જોકે માગ ઘટવાનું એક સકારાત્મક પાસું એ છે કે તેનાથી દેશની વેપાર ખાધ ઘટશે, રૂપિયો મજબૂત થશે.


2019-20
માં સોનાની આયાત 14 ટકા ઘટી
વર્ષ 2019-20માં દેશમાં સોનાની આયાત 14.23 ઘટી 2820 કરોડ ડોલર (આશરે 2.1 લાખ કરોડ રૂપિયા) રહી ગઇ હતી. 2018-19માં 3291 કરોડ ડોલર (2.53 લાખ કરોડ) આયાત થઇ હતી. સોનાની આયાત ઘટતા દેશની વેપાર ખાધ ઘટવામાં મદદ મળે છે.


ઉદ્યોગ પર રોજગાર જવાની પણ અસર થશે
કોરોનાને કારણે ભારતનું અર્થતંત્ર મંદીના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. જેથી બિનસંગઠિત ક્ષેત્રની સાથે અહીં પણ રોજગાર જવાનનું જોખમ અને સેલેરી કાપ થઇ શકે છે. તેની અસર જ્વેલરી ઉદ્યોગ પર પડશે. હાલ લોકો અનિશ્ચિત ભવિષ્ય જોતા જરૂરી માલસામાન માટે પૈસા બચાવી રહ્યા છે. તેથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં તેની નકારાત્મક અસર નક્કી છે.

adv

Related News

post
post
post
post
post
post
post