• Home
  • News
  • ગુજરાતમાં સોનુ 50 હજાર, એક વર્ષમાં 17 હજાર વધ્યા, 50% જેટલું રિટર્ન મળ્યું
post

સોનુ લોંગટર્મ ફંડામેન્ટલ તેજી તરફી, નીચામાં 46500ની મંદી થવી મુશ્કેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:02:21

અમદાવાદ: સોનાનો ભાવ 50 હજારને પાર થઈ ગયો છે. બુધવારે અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે 800 રૂપિયા વધીને 50,300 રૂપિયા સાથે ઑલટાઇમ હાઇ થયો હતો. સોનામાં રોકાણકારોનું આકર્ષણ સતત વધી રહ્યું છે.

કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા હેજફંડ્સ, ગોલ્ડ ઇટીએફમાં વૈશ્વિક રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર 1795 ડોલર પહોંચ્યું છે. ચાંદી નજીવી વધઘટે અથડાઇ પ્રતિ કિલોગ્રામ રૂ.49500 બોલાઇ રહી છે. ગતવર્ષે જૂન માસમાં સોનું 33500-34000ની રેન્જમાં હતું જે વધીને આ વર્ષે અત્યારે રૂ.50300 પહોંચ્યું છે. 

કોરોના મહામારી હળવી થવાના બદલે ફરી વકરી રહી છે તેમજ મહાસત્તા એવા અમેરિકામાં લોકડાઉનના સંકેતો પ્રબળ બન્યા છે જેના કારણે સલામત રોકાણ તરફ રોકાણકારો ડાઇવર્ટ થયા છે. આ ઉપરાંત તેજી માટે વૈશ્વિક બેન્કોના જાહેર થઇ રહેલા સ્ટીમ્યુલસ પેકેજ પણ કારણભૂત છે. ગોલ્ડની હાજર માંગની તુલનાએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનું બાઇંગ સતત વધી રહ્યું છે. વૈશ્વિક સ્લોડાઉન, નબ‌ળા ગ્રોથના આઇએમએફના સંકેતના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉંચકાઇ ઉપરમાં 1830 ડોલર સુધી પહોંચી શકે છે. એમસીએક્સ વાયદામાં પણ સોનું ઓગસ્ટ વાયદો ઉંચકાઇ રૂ.48460 અને ડિસેમ્બર વાયદો રૂ.48890 ક્વોટ થઇ રહ્યો છે.

સોનાનુ બજાર ચક્ર 8-10 વર્ષનું છે. આઠ વર્ષ પછી સોનાએ તેજીના ચક્રમાં પ્રવેશ કર્યો છે.ગૌરવ રસ્તોગીએ છેલ્લા ત્રણ દાયકામાં સોનામાં આવેલા ઉતારચડાવની વિગતો આપી છે. સોનુ જુલાઈ 1993થી જૂન 2001 સુધી મજબૂત થઈ રહ્યું હતું. એ પછી જૂન 2001થી નવેમ્બર 2011 સુધી તેજી રહી અને સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 400 રૂપિયા વધીને 2,600 રૂપિયા થયો. જે 11 વર્ષમાં 6.5 ટકાનો વધારો હતો. નવેમ્બર 2011થી મે 2019 સુધી સોનામાં અન્ય તબક્કા જોવા મળ્યા. ત્યારે એ વધીને 4,200 રૂપિયા પ્રતિ ગ્રામ થયા. એટલે કે તેજીના અગાઉના ચક્રમાં જો ભાવ 7 ગણા વધ્યા હોય તો વધુ 20 ટકાનો વધારો ઘણે અંશે શક્ય છે.

2019માં સોનાના ભાવ 24 ટકા વધ્યા
એક વર્ષ પહેલા 31 ડિસેમ્બર 2018ના રોજ 24 કેટેર શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 32,270 રૂપિયા હતો. એ વર્ષના છેલ્લા દિવસે સોનાનો ભાવ દસ ગ્રામે 256 રૂપિયા વધીને 39,985 રૂપિયા થયો. એટલે કે 24 ટકા વધારો થયો. 

માર્કેટ એક્સપર્ટ શું કહે છે
સોનું ઝડપી રૂ.51000 કુદાવશે
બી ડી જ્વેલર્સના અશોક ચોક્સી કહે છે કે સોનું આગામી ટુંકાગાળામાં સ્થાનિક બજારમાં રૂ.51000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. તેજીનું મુખ્ય કારણ દેશમાં સોનાની આયાત સાવ નહિંવત્ છે બીજી તરફ રોકાણકારોની તેમજ જ્વેલરીમાં ગ્રાહકોની માગ ખુલી રહી છે. તેજી માટે ફોરેક્સ માર્કેટમાં ડોલરની ચાલ કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1830-1900 ડોલર થઇ શકે
કોમોડિટી એનાલિસ્ટ-કુંવરજી કોમોડિટીઝના સૌમીલ ગાંધીએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે રોકાણમાં અત્યારે ગોલ્ડ સલામત મનાઇ છે. લાંબા સમયથી 1730-1770 ડોલરની રેન્જમાં કોન્સોલિડેટ થતું હતું જે કુદાવી 1800 ડોલર તરફ કૂચ કરી રહ્યું છે. 1800 ડોલર ઉપર બંધ આવતા વધી 1830 ડોલર અને ત્યાર બાદ લોંગટર્મ 1900 ડોલર સુધી જઇ શકે છે. 

પાંચ મુખ્ય કારણો

·         કોરોના મહામારીની સેકન્ડ વેવની શરૂઆત થતા સલામત રોકાણમાં આકર્ષણ

·         વૈશ્વિક સ્લોડાઉન, નબ‌ળા ગ્રોથના આઇએમએફના સંકેત

·         વૈશ્વિક સ્તરે બેન્કોનું સ્ટીમ્યુલસ પેકેજ જાહેરાત સોનાની તેજીને વેગ આપશે

·         ઇકોનોમિ રિકવરી ગ્રોથ કોરોના સેકન્ડ વેવના કારણે અનુમાન કરતા ધીમો રહેશે

·         અમેરિકાનું ચીન બાદ હવે યુરોપ વચ્ચે નવા ટ્રેડવોરનું ઘર્ષણ શર

સોનાના ભાવમાં 6 મહિનામાં 11 હજારનો વધારો

વર્ષ

રિટર્ન

2011

31.85%

2012

12.92%

2013

-8.09%

2014

-5.86%

2015

-6.64%

2016

-10.08%

2017

5.67%

2018

8.24%

2019

24.58%

2020 (6 માસ)

128%

 છેલ્લા ત્રણ માસનો ટ્રેન્ડ

વિગત

13-3-20

24-6-20

તફાવત

સ્થા.સોનું

43400

50300

6900

સ્થા.ચાંદી

43800

49500

5700

વૈશ્વિક સોનુ

1562

1795

233

વૈશ્વિક ચાંદી

15.77

18.27

2.5

પ્લેટિનમ

782

828

46

પેલેડિયમ

1744

1944

200

ડોલર

73.92

75.72

1.8

(નોંધ : સ્થાનિક ભાવ રૂપિયામાં, વૈશ્વિક ભાવ ડોલરમાં) 

ગત વર્ષે  જૂનમાં  રૂ. 33,500

તારીખ

સોનાના ભાવ (રૂ.)

23 ડિસેમ્બર 2016

27,620

24 જૂન 2019

33,500

1 જાન્યુઆરી 2020

40,330

24 ફેબ્રુઆરી

44,800

6 માર્ચ

45,850

17 માર્ચ

41,250

18 મે

49,500

24 જૂન 2020

50,430

 

adv

Related News

post
post
post
post
post
post
post